પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્કમાં શરૂ કરી ભારતીય રેસ્ટોરન્ટ

ન્યૂયોર્ક સિટીઃ બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા-જોનસે ન્યૂયોર્ક સિટી શહેરમાં પોતાની માલિકીની રેસ્ટોરન્ટ શરૂ કરી છે જેનું નામ તેણે ‘સોના’ રાખ્યું છે. આ રેસ્ટોરન્ટમાં ભારતીય વાનગીઓ મળશે. રેસ્ટોરન્ટનું ઉદઘાટન આ મહિનાના અંતભાગમાં કરવામાં આવશે.

પ્રિયંકાએ ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતીય વાનગીઓ પ્રતિ એનાં પ્રેમને કારણે એને ન્યૂયોર્ક સિટીમાં નવી રેસ્ટોરન્ટ શરૂ કરવાનું મન થયું છે. આ રેસ્ટોરન્ટના કીચનનું સંચાલન શેફ હરિ નાયક સંભાળશે, જે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે જાણીતા છે. પ્રિયંકાએ અમુક તસવીરો પણ શેર કરી છે જેમાં તે એનાં પતિ નિક જોનસ સાથે એક પૂજા કરી રહી છે. પ્રિયંકાની ધ વ્હાઈટ ટાઈગર ફિલ્મ હાલમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ છે. પ્રિયંકા કદાચ સંજય લીલા ભણસાલીની નવી હિન્દી ફિલ્મ ‘હિરા મંડી’માં કામ કરે એવી ધારણા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]