પ્રિયંકા ચોપરાની ફિલ્મનું ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ…

મુંબઈઃ The Sky Is Pink: પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની અપકમિંગ ફિલ્મ “ધ સ્કાય ઈઝ પિંક” નું ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ થઈ રહી છે. “ધ સ્કાય ઈઝ પિંક” નું સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન ફિલ્મના બધા જ કાસ્ટ રેડ કારપેટ પર જોવા મળ્યા. જો કે ઈ વર્લ્ડ પ્રીમિયરમાં ઝાયરા વસીમ નજર દોખાઈ હતી. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર, રોહન સરાફ ફિલ્મના ડાયરેક્ટર શોનાલી બોસ સાથે રેડ કારપેટ પર દેખાયા હતા. “ધ સ્કાય ઈઝ પિંક” ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા વ્હાઈટ અને બ્લેક કલર ગાઉનમાં જોવા મળી હતી.પ્રિયંકા ચોપરા આ ગાઉનમાં અત્યંત બ્યુટીફૂલ લાગતી હતી. તો લીડ એક્ટર ફરહાન પોતાની ગર્લફ્રેન્ડ શિવાની સાથે પ્રીમિયર પર પહોંચ્યા હતા. ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાનના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. “ધ સ્કાય ઈઝ પિંક” માં એક્ટર વસીમ, પ્રિયંકા અને ફરહાનની દિકરી આયશાનું પાત્ર ભજવી રહી છે. જાયરાએ એક્ટિંગની દુનિયાને છોડી દીધી છે અને આ તેમનું છેલ્લું ફિલ્મ છે.

જો કે જાયરા પોતાની છેલ્લી ફિલ્મમાં વર્લ્ડ પ્રીમિયર પર હજી નથી આવી. ફિલ્મનું ટ્રેલર તો પહેલા જ રિલીઝ થઈ ગયું છે. ફેન્સનો પણ ટ્રેલરને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે “ધ સ્કાય ઈઝ પિંક” માં ગંભીર બિમારી સામે ઝઝુમી રહેલી ટીનએજ છોકરી દ્વારા માતા-પિતાની સ્ટોરી દર્શાવવામાં આવી રહી છે. ફિલ્મમાં પ્રિયંકા ચોપરા બાળકીની માતાનું પાત્ર ભજવી રહી છે, જ્યારે ફરહાન અખ્તર તેના પિતા નિખિલનું પાત્ર ભજવી રહ્યા છે. આ ફિલ્મને શોનાલી બોસે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ આ જ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]