નૂતન, માલા સિંહા ગાયિકા?… બીગ બી, રીશી 27 વર્ષ બાદ ફરી પડદા પર…

 

દિનેશ સોલંકી (અમદાવાદ)

અભિનેત્રીઓ નૂતન અને માલા સિંહાએ કઈ ફિલ્મોમાં પ્લેબેક આપ્યું હતું?

‘હમારી બેટી’ ફિલ્મમાં તનુજાનાં એક ગીતનું પ્લેબેક નૂતને આપ્યું હતું. ત્યારપછી ‘છબીલી’, ‘યાદગાર’ અને ‘કસ્તુરી’ ફિલ્મોમાં પણ ગીતો ગાયાં હતાં. માલા સિંહાએ ‘માઈતી ઘર’ નામની નેપાલી ફિલ્મમાં ગીત ગાયાં હતાં.
(‘જી’ ઓક્ટોબર-1992ના અંકમાંથી સાભાર)


બીગ બી, રીશીનું 27 વર્ષે પડદા પર પુનર્મિલન…
અમિતાભ બચ્ચન અને રીશી કપૂર ભૂતકાળમાં અમર અકબર એન્થની અને નસીબ ફિલ્મોમાં સગા ભાઈઓની ભૂમિકા કરી ચૂક્યા છે. હવે આ બંને અભિનેતા 27 વર્ષ બાદ ફરી રૂપેરી પડદા પર સાથે ચમકવાના છે, પરંતુ પિતા અને પુત્રના રોલમાં. આ ફિલ્મનું નામ છે ‘102 નોટઆઉટ’. ઉમેશ શુક્લા દિગ્દર્શિત આ ફિલ્મમાં અમિતાભે 102 વર્ષના પિતા અને રીશી કપૂરે 75 વર્ષના પુત્રનો રોલ કર્યો છે. આ ફિલ્મ ગુજરાતી નાટક પર આધારિત છે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. અમિતાભ અને રીશીએ અગાઉ ‘કભી કભી’ અને ‘કુલી’ ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું હતું. છેલ્લે 1991માં આ બંને ‘અજૂબા’માં સાથે ચમક્યા હતા. જુઓ ફિલ્મ ‘102 નોટઆઉટ’નું ટ્રેલર.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]