નોર્થ વિ સાઉથ સિનેમાઃ એક્ટરોએ બોલીવૂડની કરી રેવડી દાણાદાણ

મુંબઈઃ હિન્દી ભાષી રાજ્યોમાં સાઉથની ફિલ્મોની સફળતાએ એક મોટો વિવાદ ઊભો કર્યો છે. આ વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે કોરોના રોગચાળા પછી રણવીર સિંહની ‘83’એ અલ્લુ અર્જુનની ‘પુષ્ષાઃ ધ રાઇસ’ની સામે ઘૂંટણિયે પડી ગઈ હતી. જોકે માર્ચમાં બાહુબલી સ્ટારર પ્રભાસની ‘રાધે શ્યામ’ બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ, ત્યારે આ ચર્ચાઓ શમી હતી, પણ હવે જ્યારે એસ. એસ. રાજામૌલીની ‘RRR’ અને પ્રશાંત નીલની ‘KGF: ચેપ્ટર 2’એ અક્ષયકુમારની ‘બચ્ચન પાંડે’ અને શાહિદ કપૂરની ‘જર્સી’ને બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછાડી, ત્યારે બોલીવૂડ પર ફરી સવાલ ઊભા થવા લાગ્યા છે.

જોકે આ મુદ્દે કોઈ પણ વ્યક્તિ ખૂલીને નથી બોલી રહી, પણ કન્નડ એક્ટર કિચ્ચા સુદીપે બોલીવૂડ પર નિવેદન આપ્યું તો બોલીવૂડના કેટલાક એક્ટર એનો વિરોધમાં ઊભા થયા હતા.

કિચ્ચા સુદીપ અને અજય દેવગન વચ્ચે હાલમાં હિન્દી ભાષા વચ્ચે કશ્મકશ ઝરી હતી અને બંને એક્ટરના ટ્વીટ પછી બોલીવૂડ અને સાઉથના કેટલાક એક્ટરોના નિવેદનો આવવાનાં શરૂ થયાં છે. ભાષા વિવાદ બાબતે બોલીવૂડ એક્ટર સોનુ સુદે કહ્યું હતું કે હિન્દીને માત્ર રાષ્ટ્રભાષા કહેવાય એવું નથી, એ દેશની એક ભાષા છે, જે મનોરંજન છે. સાઉથ સિનેમા, હિન્દી ફિલ્મોના નિર્માણના પ્રકારને બદલી નાખશે.

દક્ષિણની ફિલ્મોની સફળતાની વાત કરતાં મનોજ બાજપેયીએ કહ્યું હતું કે સાઉથની ફિલ્મોએ બોલીવૂડના ફિલ્મમેકર્સને ડરાવી દીધા છે. એ ફિલ્મોની સફળતા બોલીવૂડ માટે એક પાઠ છે, જેને જલદી શીખવાની જરૂર છે.તે લોકો બહુ પેશનેટ છે. તેઓ દરેક શોટ એ પ્રકારે શૂટ કરે છે- જે વિશ્વનો સૌથી શ્રેષ્ઠ શોટ આપી રહ્યા હોય. તેઓ બધું દર્શકો પર નથી લાદી દેતા, કેમ કે તેઓ દર્શકોને માનભેર જુએ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]