અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ને નેટફ્લિક્સે અધધધ કિંમતે ખરીદી, જાણો…

નવી દિલ્હીઃ અક્ષયકુમાર અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’ બોક્સ ઓફિસ પર જોરશોરથી કમાણી કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ થયાને આજે સાત દિવસ પૂરા થયા છે અને ફિલ્મે અત્યાર સુધી રૂ. 120 કરોડથી ઉપરની કમાણી કરી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા પછી મેકર્સ અન્ય પ્રકારેથી પણ કમાણીનો રસ્તો શોધી કાઢ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ફિલ્મના મેકર્સે હવે OTT રિલીઝ માટે નેટફ્લેક્સની સાથે હાથ મિલાવ્યા છે અને મેકર્સને આ માટે તગડી રકમ મળી હોવાનું જાણવા મળ્યું છે. અક્ષયકુમારની ‘સૂર્યવંશી’ને નેટફ્લિક્સે રૂ. 100 કરોડમાં ખરીદી છે.

અક્ષયકુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’ ચોથી ડિસેમ્બરે નેટફ્લિક્સ પર પ્રસારિત કરવામાં આવશે. ટૂંક સમયમાં મેકર્સ OTT રિલીઝનું એલાન પણ કરી શકે છે. ‘સૂર્યવંશી’ OTT પર કોરોના રોગચાળા પછી ધૂમ કમાણી કરતી સૌથી મોંઘી ફિલ્મ છે. આ ફિલ્મએ બાકીની રિલીઝ થનારી ફિલ્મોને એક નવી દિશા દેખાડી છે કે દર્શકો હજી પણ સારી ફિલ્મની રાહમાં છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ‘સૂર્યવંશી’ બોક્સ ઓફિસ કમાણી એક સંજીવની જેમ છે.

આ ફિલ્મમાં અક્ષયકુમાર ATS ચીફના રોલમાં છે. આ ફિલ્મની વાર્તા એન્ટિ ટેરર ઓપરેશમન પર આધારિત છે. અક્ષય પર મુંબઈને આતંકવાદી હુમલામાંથી બચાવવાની જવાબદારી છે. 1993માં થયેલા બોમ્બધડાકામાં એક ટન RDX આવ્યું હતું, જેમાં 400 કિલો RDXનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.