ઐશ્વર્યા રાય બચ્ચનની ભાભી શ્રીમા રાયને મળો

મુંબઈઃ જો અમે તમને જણાવીએ કે ઐશ્વર્યા રાય તેના પરિવારમાં એકમાત્ર બ્યુટી ક્વીન નથી? હા, મિસ વર્લ્ડની ભાભી શ્રીમા રાય પણ બ્યુટી ક્વીન રહી ચૂકી છે. ઐશ્વર્યાની ‘ભાભી’ એક મોડલ અને મિસિસ ઇન્ડિયા ગ્લોબ 2009નો ખિતાબ જીતી ચૂકી છે. શ્રીમા રાયે ઐશ્વર્યા રાયના ભાઈ આદિત્ય રાય સાથે લગ્ન કર્યાં પછી તેની બેન્કિંગ કારકિર્દી છોડી દીધી હતી. તે પોતાનો ફેશન અને લાઇફસ્ટાઇલ બ્લોગ ચલાવે છે. ચાલો, અમે તમને ઐશ્વર્યા રાયની ભાભી શ્રીમા રાય વિશે વધુ જણાવીએ.

ભારતના મેંગલોરમાં જન્મેલી શ્રીમાનો ઉછેર અમેરિકાના ફિલાડેલ્ફિયામાં થયો હતો. જોકે તેણે બાંદરામાં સ્થાયી થવાનું પસંદ કર્યું છે. શ્રીમા અને આદિત્યને બે પુત્રો છે. શિવાંશ રાય અને વિહાન રાય, જે શ્રીમાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ પર વારંવાર જોવા મળે છે.

શ્રીમા રાય એક ઉત્સાહી સોશિયલ મિડિયા યુઝર છે. જોકે તે ફિલ્મી સર્કલમાં બહુ ફેમસ નથી. શ્રીમા ડિજિટલ મિડિયામાં કાઠું કાઢ્યું છે અને તે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ છે અને તેના 75,000થી વધુ ફોલોઅર્સ છે. તે તેના માતૃત્વના, ફેશનના અને જીવનશૈલીના વિચારો ઇન્સ્ટા પર શેર કરતી રહી છે.

મે, 2019માં તેણે એક લાંબી ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેની પ્રેમ કહાણી વિશે લખ્યું છે. તે ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના સંબંધ વિશે જણાવ્યું હતું કે હું એશને સુપરસ્ટાર તરીકે જોતી નથી. એ પહેલાં મારી ભાભી છે, પણ અમે એશ અને અભિષેકને વારંવાર નથી મળતા. અભિશેક એક મજાની વ્યક્તિ છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]