મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી અને રાજકારણી કિરણ ખેરને બ્લડ કેન્સરના એક પ્રકાર મલ્ટિપલ માયલોમા હોવાનું નિદાન થયું છે. તેના ફેન્સ અને ફ્રેન્ડ્સ અને બોલીવુડના લોકો તેના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. ચંડીગઢ ભાજપનાં MP અને અભિનેત્રી કિરણના સંસદસભ્યના ફંડમાંથી કોવિડ-19ના દર્દીઓ માટે વેન્ટિલેટર્સની ખરીદી માટે એક કરોડનું ફંડ આપ્યું હતું. હાલમાં ઇન્સ્ટાગ્રામ લાઇવમાં કિરણના પતિ અને એક્ટર અનુપમ ખેરે તેની પત્નીના આરોગ્ય વિશે વાત કરી હતી. તે સ્વસ્થ છે, પણ મલ્પિટલ માયલોમાની દવાની ઘણી આડઅસર છે. તે મક્કમ મનોબળ ધરાવે છે અને આશા છે કે તે ઝડપથી તેમાંથી બહાર આવશે. તમારી પ્રાર્થના તેની સાથે છે, બધું સારું થશે,એમ અનુપમ ખેરે કહ્યું હતું.
એક વિડિયો શેર કર્યા પછી અનુપમે ફરી સોશિયલ મિડિયા પર આવ્યો હતો અને તેણે લખ્યું હતું કે “Dearest @kirronkhermp –જરૂરિયાતના આ સમયમાં રૂ. એક કરોડની ફાળવણી- જે કોરોના દર્દીઓ માટે વેન્ટિલેટરની ખરીદીમાં મદદ મળી રહેશે. ખાસ કરીને જ્યારે તમે પોતે ટ્રીટમેન્ટમાંથી પસાર થઈ રહ્યા છો, ત્યારે. મને તારા પર ગર્વ છે, તમે ખૂલ જલદી સંપૂર્ણ સ્વસ્થ બનો.
કિરણના કેન્સર વિશે વાત કરતાં તે કહે છે, મલ્ટિપલ માયલોમા- એ બ્લડ કેન્સરનો એક પ્રકાર છે, જે પ્લાસમા સેલ તરીકે સફેદ શ્વેતકણો તરીકે ઓળખાય છે. કેન્સરગ્રસ્ત પ્લાઝમા કોશો બોન મેરોમાં એકત્ર થાય છે, જેને સરળ શબ્દોમાં મલ્ટિપલ માયલોમા કહે છે. આ પ્લાસમા સેલ્સ કેન્સરગ્રસ્ત થાય છે અને નિયંત્રણ બહાર વિકસે છે.
કિરણ ખેર હાલમાં મુંબઈમાં સારવાર લઈ રહી છે, આપણે તેની ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરીએ.