સલમાનની ‘રાધે’ ઓનલાઈન જોવા રૂ.249 ખર્ચવા પડશે

મુંબઈઃ સલમાન ખાન અભિનીત અને નિર્મિત આગામી હિન્દી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ માટે પે-પર-વ્યૂ સર્વિસ ઝીપ્લેક્સ દ્વારા ઓનલાઈન ટિકિટ ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આ ફિલ્મ આવતી 13 મેએ થિયેટરોમાં પણ સાથે જ રિલીઝ થવાની છે. ઓનલાઈન પર આ ફિલ્મ રૂ. 249માં ઉપલબ્ધ થશે.

સાથોસાથ, આ ફિલ્મ ડીટીએચ ઓપરેટરો દ્વારા ડિશ ડીટૂએચ, ટાટા સ્કાઈ અને એરટેલ ડિજિટલ ટીવી ઉપર પણ રિલીઝ કરવામાં આવશે. ઝીપ્લેકસના OTT પ્લેટફોર્મ ઝી5 અને ઝી સ્ટુડિયો પર યુઝર્સ ‘પે-પર-વ્યૂ’ સર્વિસ મારફત આ ફિલ્મ જોઈ શકશે. ઝી પ્લેકસ પર ટૂંક સમયમાં એ માટે બુકિંગ શરૂ કરવામાં આવશે. ઝી પ્લેક્સ પર આ પહેલાં ખાલી પીલી અને ધ પાવર જેવી બોલીવૂડ ફિલ્મો રિલીઝ કરવામાં આવી હતી. એ ફિલ્મો અનુક્રમે રૂ. 299 અન રૂ. 199ના ભાવે ઉપલબ્ધ કરાઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]