નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદની ફેશન હંમેશાં સમાચારમાં રહે છે. જોકે કેટલીય વાર તેની અંતરંગી ફેશન વિવાદનું કારણ બને છે, પણ એ વાતથી તેને કોઈ ફરક નથી પડતો. છેલ્લા કેટલાક દિવસો પહેલાં ઉર્ફી પર FIRની અસર તેની ફેશન પર પણ પડી હતી, એવું કહેવું છે સોશિયલ મિડિયા યુઝર્સનું છે. હાલમાં ઉર્ફી એક રેસ્ટોરાંથી બહાર આવી હતી, જેમાં તેનો સિમ્પલ લુક્સ હેરાન કરવાવાળો હતો.
ડિજિટલ ક્રિયેટર વિરલ ભાયાણે કેટલાક કલાકો પહેલાં એક વિડિયો શેર કર્યો છે, જેમાં એક્ટ્રેસ ઉર્ફી જાવેદ થોડા કલાકો પહેલાં પોતાના મિત્રો સાથે એક રેસ્ટોરાંમાં જઈ રહી હતી. ત્યાં પાપારાઝીએ તેનો ફોટો લેવાના પ્રયાસ કર્યા તો તે મોં છુપાવતી નજરે ચઢી. એક્ટ્રેસનો એ વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેના પર ફેન્સ અને લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.