રોમેન્ટિક કોમેડી ‘જબરિયા જોડી’નું ટ્રેલરઃ ફિલ્મ જબરદસ્ત હોવાનો અંદાજ

મુંબઈ – સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણિતી ચોપરાની જોડી ફરી વાર રૂપેરી પડદા પર આવી રહી છે, ‘જબરિયા જોડી’ ફિલ્મ દ્વારા. આ ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ પકડવા શાદી પ્રથા પર આધારિત છે. આ પ્રથામાં મુરતિયાનું અપહરણ કરવામાં આવે છે અને જબરદસ્તીથી એના લગ્ન કરવામાં આવે છે.

આ પ્રથા બિહારના અમુક ભાગોમાં આજે પણ ચાલે છે.

ટ્રેલરમાં ડ્રામા, ઈમોશન અને રમૂજનો ડોઝ છે.

પરિણિતી બિન્ધાસ્ત છોકરીનો રોલ કરી રહી છે. એનાં કલર્ડ કેશ અને વાઈબ્રન્ટ પહેરવેશ ધ્યાન ખેંચનારા છે. સિદ્ધાર્થ અમુક રમૂજી સંવાદો બોલતા સંભળાય છે.

પ્રશાંત સિંહ દ્વારા દિગ્દર્શિત ‘જબરિયા જોડી’ આ વર્ષની બીજી ઓગસ્ટે રિલીઝ થવાની છે.

સિદ્ધાર્થ અને પરિણિતી લાંબા સમય બાદ ફરી સાથે રૂપેરી પડદા પર જોવા મળશે. બંને જણ 2014માં ‘હસી તો ફસી’ ફિલ્મમાં ચમક્યાં હતાં.

સિદ્ધાર્થ છેલ્લે ‘ઐય્યારી’માં જોવા મળ્યો હતો અને પરિણિતી ‘કેસરી’ ફિલ્મમાં જોવા મળી હતી.

httpss://youtu.be/SXAqEbLJYPY

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]