કડક સુરક્ષા હેઠળ અમરનાથ યાત્રા-2019નો આરંભ…

0
1508
જમ્મુ અને કશ્મીર રાજ્યમાં, શ્રીનગરથી આશરે 141 કિ.મી. દૂર પહાડો પર આવેલી બાબા અમરનાથની ગુફાનાં દર્શન માટે 46-દિવસ ચાલનારી આ વર્ષની અમરનાથ યાત્રા આજથી શરૂ થઈ છે. યાત્રાનો આજે પહેલો દિવસ હતો. યાત્રાનાં બંને રૂટ પર સલામતીનો અત્યંત કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આજે પહેલા દિવસે 8000 જેટલા લોકોએ ગુફાની મુલાકાત લીધી હતી અને બર્ફાની બાબાનાં દર્શન કર્યા હતા.