નવી દિલ્હીઃ ફિલ્મ પ્રોડ્યુસર રિન્ટુ થોમસ અને સુષ્મિત ઘોષ દ્વારા નિર્દેશિત ભારતીય ડોક્યુમેન્ટરી ‘રાઇટિંગ વિથ ફાયર’ 94મા એકેડેમી એવોર્ડ્સની સર્વશ્રેષ્ઠ ફીચર કેટેગરીમાં પસંદ થઈ છે. આ ડોક્યુમેન્ટરીની ‘અસેન્શન,’ ‘એટિકા,’ ‘ફલી’ અને ‘સમર ઓફ ધ સોલ’ની સાથે પસંદગી પામી છે. ‘રાઇટિંગ વિથ ફાયર’ એકમાત્ર ભારતીય ફિલ્મ છે, જેને આ વર્ષના ઓસ્કર એવોર્ડ્સ માટે નોમિનેટ થઈ હોય.
‘રાઇટિંગ વિથ ફાયર’ દલિત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા ન્યૂઝપેપર ‘ખબર લહરિયા’ પર પ્રકાશ ફેંકે છે. આ ન્યૂઝપેપરનો પ્રારંભ વર્ષ 2002માં દિલ્હી સ્થિત NGO નિરંતર દ્વારા બુદેલખંડના ચિત્રકૂટમાંથી કરવામાં આવ્યો હતો. ‘રાઇટિંગ વિથ ફાયર’માં ખબર લહરિયાને પ્રિન્ટથી ડિજિટલમાં શિફ્ટ હોવાની જર્નીને દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં મીરા અને તેના સાથી પત્રકારોની વાર્તા દર્શાવવામાં આવી છે. જે નવી ટેક્નિક શીખતાં પિતૃસત્તા પર સવાલ ઉઠાવે છે. પોલીસ દળની બિનકાર્યક્ષમતાની તપાસ કરે છે અને જ્ઞાતિ અને જાતિ (જેન્ડર) હિંસાના પીડિતા વિશે લખે છે.
ફિલ્મનિર્માતાએ ઓનલાઇન વાતચીતમાં નારીવાદી આઇકન ગ્લોરિયા સ્ટિનમે ફિલ્મને વાસ્તવિક જીવન, મનફાવે એવું જીવન નહીં- એ માટે પ્રશંસા કરી હતી. ભારત મારું બીજું ઘર છે. હું કોલેજ પૂરી કર્યા પછી બે વર્ષ સુધી ત્યાં રહ્યો છું. અમેરિકા અને ભારત વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશો છે. આપણેને એકમેકની જરૂર છે અને આપણે એકબીજાથી શીખવાની જરૂર છે. આ પહેલાં ‘રાઇટિંગ વિથ ફાયર’નો 2021માં સન ડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર થયું હતું.