સલમાનની ‘કભી ઇદ કભી દિવાળી’ ઈદે રિલીઝ થશે

મુંબઈઃ બોલીવૂડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ મોટે ભાગે ઈદ પર રિલીઝ થાય છે. સાજિદ નડિયાદવાળાએ જાહેર કર્યું હતું કે તેની આગામી ફિલ્મ ‘કભી ઇદ કભી દિવાળી’ આવતા વર્ષે ઇદ પર થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં પૂજા હેગડે સલમાનની સાથે મુખ્ય ભૂમિકામાં હશે. આ ફિલ્મને ફરહાન સામજી ડિરેક્ટ કરશે.

જોકે સલમાને જાન્યુઆરી,2020માં ફિલ્મની ઘોષણા કરી હતી. અને એ ફિલ્મ 2021માં ઇદના તહેવારે રિલીઝ થવાની હતી, પણ કોરોના રોગચાળાને કારણે આ ફિલ્મ બનવામાં વિલંબ થયો છે.  સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઇદ કભી દિવાળી’ બનાવનાર સાજિદ નડિયાદવાળા સાથે તેઓ ‘જીત’, ‘જુડવા,’ ‘હર દિલ જો પ્યાર કરેગા,’ ‘મુજસે શાદી કરોગી,’ ‘જાનેમન’ અને ‘કિક’ બનાવી ચૂક્યા છે.

સાજિદે કહ્યું હતું કે મેં ‘કિક-2’ શરૂ થવા પહેલાંથી એ ફિલ્મને લખવી શરૂ કરી હતી. આ ફિલ્મ એક બહુ અલગ દ્રષ્ટિકોણવાળી ફિલ્મ છે. અમે આ ફિલ્મમાં સલમાનને નવી રીતે રજૂ કરીશું. આ ફિલ્મમાં વેંકટેશ પણ મહત્ત્વની ભૂમિકામાં હશે. સલમાન અને એની ટીમ આ મહિને ફિલ્મની શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મ માટે મુંબઈમાં એક સેટ પહેલાં તૈયાર કરવામાં આવી ચૂક્યો છે. આ ફિલ્મનું શૂટિંગ દેશનાં અલગ-અલગ લોકેશન્સ પર થશે. આ ફિલ્મ આશરે પાંચ મહિનામાં એનું શૂટિંગ પૂરું કરવામાં આવશે.