હૈદરાબાદઃ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ભારતીયોના દિલોમાં વસી ગઈ હતી. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની સાથે થયેલી બર્બરતા અને પલાયનની વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ ધૂમ કમાણી કરી રહી છે, પણ હાલમાં એનાથી જોડાયેલો હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. તેલંગાણામાં આ ફિલ્મની સ્ક્રીનિંગ દરમ્યાન ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના સૂત્રોચ્ચાર થયા હતા. જેને લીધે થિયેટરોમાં સ્થિતિ કફોડી બની ગઈ હતી. હોલની અંદર મારપીટ પણ થઈ હતી, જેનો વિડિયો સામે આવ્યો છે.
આ ઘટના 18 માર્ચે તેલંગાણાના આદિલાબાદ જિલ્લામાં થઈ હતી. બે બદમાશોએ થિયેટરોનો માહોલ ખરાબ કરવાના પ્રયાસ કર્યા હતા. તેમણે ભારતવિરોધી અને પાકિસ્તાનતરફી સૂત્રો પોકાર્યા હતા. ત્યાર બાદ ત્યાં હાજર રહેલા લોકો ભડકી ગયા હતા અને તેમની મારપીટ કરી દીધી હતી.
એ પછી ત્યાં થિયેટરોના કર્મચારીઓએ પોલીસને આ વાતની માહિતી આપી હતી, પણ પોલીસ આવતાં પહેલાં બંને બદમાશો ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસ તેમની ઓળખ કરવાના પ્રયાસ કરી રહી છે. CCTV ફુટેજથી પણ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે, પણ હજી સુધી કંઈ નક્કર પુરાવા નથી મળ્યા.
Two people thrashed by crowd for chanting #PakistanZindabad during screening of #TheKashmirFiles at Natraj Theatre in #Adilabad, #Telangana.
No complaint lodged. Those two are absconding. pic.twitter.com/aJLjwOimkn
— Siddhu Manchikanti (@SiDManchikanti) March 18, 2022
પોલીસ અધિકારીએ કહ્યું હતું કે તેઓ મામલાની પુષ્ટિ કરી રહ્યા છે, પણ અત્યાર સુધી કોઈ ફોર્મલ ફરિયાદ નોંધાઈ નથી. હાલ એવું લાગે છે કે જાણીબૂજીને માહોલ ખરાબ કરવાનો અને તણાવ વધારવાના પ્રયાસ કરી રહ્યા છે.
આશરે રૂ. 20 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે રૂ. 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે.