યૂએઈના શેખના નિધનને પગલે IIFA-એવોર્ડ્સ સમારોહ મુલતવી

અબુ ધાબીઃ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)ના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહ્યનના અવસાનને કારણે આ વર્ષનો આઈફા (ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડેમી) એવોર્ડ્સ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. આ વિશેની જાહેરાત આઈફાના ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવી છે. શેખના નિધન અંગે શોક દર્શાવવા અને યૂએઈની જનતા પ્રતિ દિલસોજી વ્યક્ત કરવા માટે એવોર્ડ સમારોહ હાલ મુલતવી રાખવામાં આવ્યો છે. શેખના નિધનને પગલે યૂએઈમાં 40-દિવસનો શોક ઘોષિત કરવામાં આવ્યો છે.

22મો આઈફા એવોર્ડ સમારોહ 19-21 મે દરમિયાન અબુ ધાબીના યાસ આઈલેન્ડ પર યોજાવાનો હતો. પરંતુ હવે તેને 14-16 જુલાઈ, 2022 દરમિયાન યોજવામાં આવશે.