દેશમાં એપ્રિલ-2022માં નવી 88 લાખ નોકરી ઉમેરાઈ

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ રોગચાળાની શરૂઆત બાદ દેશની લેબર માર્કેટમાં સૌથી મોટું વિસ્તરણ ગયા એપ્રિલ મહિનામાં થયું. એ મહિનામાં દેશમાં નવા 88 લાખ નોકરિયાતોનો ઉમેરો થયો હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર, ગયા એપ્રિલમાં નોકરિયાતોની સંખ્યા વધીને 43 કરોડ 72 લાખ થઈ હતી, જે આં માર્ચ મહિનામાં 42 કરોડ 84 લાખ હતો.

જોકે નવી ઉમેરાયેલી આ નોકરીઓનો આંકડો નોકરીની ડિમાન્ડના આંકની સામે પર્યાપ્ત નથી, એમ સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ મહેશ વ્યાસનું કહેવું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]