‘રાજકારણમાં જોડાવાની હોઈશ ત્યારે જણાવીશ’: પરિણીતિ ચોપરા-ચઢ્ઢા

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી પરિણીતિ ચોપરા ગઈ 24 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાને પરણી છે. બંનેએ ઉદયપુરમાં લગ્ન કર્યાં હતાં. પરિણીતિ હાલમાં જ વડોદરામાં એક કાર્યક્રમમાં હાજર રહી હતી. ત્યાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ એનો ઈન્ટરવ્યૂ લીધો હતો અને એને પૂછ્યું હતું કે, ‘ભવિષ્યમાં રાજકારણમાં જોડાવાની તમારી કોઈ યોજના ખરી?’ ત્યારે પરિણીતિએ કહ્યું કે, ‘રાઘવને બોલીવુડ વિશે કંઈ જ્ઞાન નથી અને મને રાજકારણ વિશે કંઈ જ્ઞાન નથી. એટલે તમે મને ક્યારેય રાજકારણમાં જોશો એવું મને લાગતું નથી.’

પરિણીતિએ એનાં લગ્ન પૂર્વે જ હિન્દી ફિલ્મ ‘ચમકિલા’નું શૂટિંગ પૂરું કર્યું છે. એમાં તેનો હિરો છે દિલજીત દોસાંજ. આ ફિલ્મ પંજાબી ગાયક અમરસિંહ ચમકિલા અને એમના પત્ની અમરજોત કૌર ચમકિલાનાં જીવન પર આધારિત છે.