સબા સાથે રહેવા જવાના અહેવાલને રિતીકનો રદિયો

મુંબઈઃ બોલીવુડ અભિનેતા રિતીક રોશન ટૂંક સમયમાં જ એની સાથી સબા આઝાદની સાથે રહેવા જવાનો છે એવા એક અહેવાલને રિતીકે રદિયો આપ્યો છે અને કહ્યું છે કે ખોટી માહિતીથી દૂર રહેવું ઉત્તમ છે.

તે અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું હતું કે રિતીક અને સબા મુંબઈમાં ‘મન્નત’ નામના એક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી મકાનના ફ્લેટમાં સાથે રહેવા જવાનો વિચાર કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, રિતીકે એની પત્ની સુઝેન ખાન સાથેના 14 વર્ષના લગ્નજીવનનો 2014માં આણ્યો હતો. બંને જણ વચ્ચે છૂટાછેડા થઈ ચૂક્યા છે. બંનેને બે પુત્ર છે – રીદાન અને રેહાન.

48 વર્ષીય રિતીકે આ અહેવાલને પોતાના સત્તાવાર ટ્વિટર પેજ પર શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘આમાં સત્ય નથી. હું એ વાતને સમજું છું કે જાહેર હસ્તી હોવાથી મારા વિશે ઉત્સુક્તા ધરાવતા  હોય, પરંતુ જો આપણે ખોટી માહિતીથી દૂર રહીએ તો એના જેવું ઉત્તમ બીજું કંઈ નહીં, ખાસ કરીને આપણા અહેવાલોમાં, જે એક જવાબદારીપૂર્ણ કામ છે.’ રિતીકની નવી ફિલ્મ આવી રહી છે, ‘ફાઈટર’, જે 2024માં રિલીઝ થશે. એમાં તેની સાથે દીપિકા પદુકોણ અને અનિલ કપૂરની પણ ભૂમિકા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]