નવી દિલ્હીઃ પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂને થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ રિલીઝની સાથે એ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આ મામલો દિલ્હી હાઇકોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટમાં ફિલ્મની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે અને એને દાખલ કરવાવાળી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા છે. એ અરજીમાં ફિલ્મના કેટલાય સીન, ડાયલોગ્સ અને પાત્રોને દૂર કરવાની માગ કરવામાં આવી છે.
આ અરજી દાખલ કરવાવાળા વિષ્ણુ ગુપ્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મુવીમાં અમારા દેવતાઓને ખોટી રીતે ચીતરવામાં આવ્યા છે. એનાથી હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચી છે. એ ઘણી વાંધાજનક છે. એને લીધે ફિલ્મની સ્ક્રીનિંગ પર પ્રતિબંધ લાગવો જોઈએ.
એ સાથે ફિલ્મમાં એવા કેટલાય ડાયલોગ્સ છે, જે રામાયણનાં પાત્રોનું અપમાન કરે છે. એને કારણે લોકો ડિરેક્ટર અને રાઇટરને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મિડિયા પર બોયકોટ અને બેન ટ્રેન્ડ કરવા લાગ્યા છે. એમાં રામાયણને ઘણી અલગ તરીકે દેખાડવામાં આવી છે, જે આ ઐતિહાસિક પૌરાણિક કથાની મર્યાદાની હાંસી ઉડાડે છે. આ ફિલ્મના ડાયલોગ્સમાં છપરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આ વિવાદનું કારણ છે. આ ફિલ્મના ડાયલોગ્સ રાઇટર મનોજ મુંતશિરે લખ્યા છે. આ ફિલ્મના ડાયલોગ્સને લીધે લોકો એને ઘણો ટ્રોલ કરી રહ્યા છે. આ વિવાદનું કારણ નીચેના ડાયલોગ્સ છે…
અરજીમાં શું કહેવાયું છે?
આ ફિલ્મ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે જે પ્રકારે ફિલ્મમાં ભગવાન રામ, સીતા માતા, હનુમાન અને રાવણને બતાવવામાં આવ્યા છે, એનું વર્ણન વાલ્મીકિની રામાયણ અને તુલસીદાસના રામચરતિમાનસમાં નથી બતાવવામાં આવ્યું. આ ફિલ્મ રામાયણથી એકદમ વિપરીત છે. આ ફિલ્મમાં વાસ્તવિકતા સામે છેડછાડ કરવામાં આવી છે.