હેપ્પી બર્થડે વરુણ ધવન… 31નો થયો બોલીવૂડનો ‘ચોકલેટી બૉય’

બોલીવૂડના ન્યૂ જનરેશન સ્ટાર, વરુણ ધવનને 31મા જન્મદિન નિમિત્તે અભિનંદન અને શુભેચ્છા. વરુણ હીરો બનવા નહોતો માગતો, પણ એના પિતા ડેવિડ ધવનની જેમ ફિલ્મ ડાયરેક્ટર બનવા માગતો હતો, પણ પહેલી જ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં એની એક્ટિંગે દર્શકોને પ્રભાવિત કરી દીધા હતા અને વરુણ રાતોરાત સ્ટાર બની ગયો.

વરુણે બહુ ટૂંકા સમયગાળામાં પોતાને એક ટેલેન્ટેડ હીરો અને અદાકાર તરીકે સ્થાપિત કરી બતાવ્યો છે. એણે 8 વર્ષમાં 9 ફિલ્મમાં અભિનય કર્યો છે અને બધી જ ફિલ્મ સુપરહિટ થઈ છે, એકેય ફ્લોપ નથી ગઈ. એની લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મ છે ‘ઓક્ટોબર’. જેને ફિલ્મ સમીક્ષકોએ વખાણી છે.

એક્ટિંગ ઉપરાંત વરુણ પોતાની બોડીને ફિટ રાખવા માટે પણ ખૂબ મહેનત કરે છે. એણે આજે પોતાનો જન્મદિવસ ‘કલંક’ ફિલ્મના સેટ પર ઉજવ્યો છે. આ ફિલ્મમાં તે આલિયા ભટ્ટ સાથે ભૂમિકા કરી રહ્યો છે. આ ફિલ્મના દિગ્દર્શકે વરુણ માટે ખાસ ફિલ્મના સેટ ઉપર જ જિમનું સેટઅપ કરાવી દીધું છે. યુવા અભિનેતા રોજ કિકબોક્સિંગની પ્રેક્ટિસ કરે છે.

વરુણે 2012માં ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મથી રૂપેરી પડદા પર આગમન કર્યું હતું. ત્યારબાદ એની ફિલ્મો આવી હતી – ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’, ‘મૈં તેરા હીરો’, ‘બદલાપુર’, ‘એબીસીડીઃ એની બોડી કેન ડાન્સ-2’, ‘દિલવાલે’, ‘ઢીશૂમ’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’, ‘જુડવા-2’.

આગામી નવી હિન્દી ફિલ્મ ‘સુઈ ધાગા’ની સહ-અભિનેત્રી અનુષ્કા શર્માએ વરુણને આમ ટ્વીટ કરીને એને જન્મદિનની શુભેચ્છા આપી છે.

httpss://twitter.com/AnushkaSharma/status/988686685461360640