મોડેલ મિલિંદ સોમણે ગર્લફ્રેન્ડ અંકિતા કોંવર સાથે લગ્ન કર્યા

મુંબઈ – 53 વર્ષના બોલીવૂડ અભિનેતા અને સુપર મોડેલ મિલિંદ સોમણે આજે અહીંથી નજીકના અલીબાગ નગરમાં 26 વર્ષીય ગર્લફ્રેન્ડ અંકિતા કોંવર સાથે લગ્ન કર્યા છે. બંનેનાં લગ્ન મહારાષ્ટ્રીયન તથા આસામી રીતરિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. મિલિંદ મરાઠી છે તો અંકિતા મૂળ આસામની છે.

મિલિંદના આ બીજા લગ્ન છે. એ અગાઉ એક ફ્રેન્ચ અભિનેત્રી મેલીન જેમ્પેનોઈને પરણ્યો હતો, બંનેએ 2009માં છૂટાછેડા લીધા હતા.

અલીબાગમાં થયેલા લગ્નમાં મિલિંદ અને અંકિતાનાં પરિવારજનો તથા નિકટનાં મિત્રો હાજર રહ્યા હતા.

લગ્ન વખતે અંકિતાએ બહુ ઓછાં ઘરેણાં પહેર્યાં હતાં અને બહુ ઓછો મેકઅપ કરાવ્યો હતો.

મિલિંદ ગયા વર્ષે ગુવાહાટી ગયો હતો ત્યારે અંકિતા તથા એનાં પરિવારજનોને મળ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]