નવી દિલ્હીઃ બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ફિલ્મો સિવાય તેમની વ્યક્તિગત જિંદગી વિશે ખુલાસા કરવાને કારણે ચર્ચામાં રહે છે. તેઓ સોશિયલ મિડિયા પર ઘણા સક્રિય રહે છે. તો ફેન્સ સાથે જોડાયેલા રહેવાને કારણે પણ તેઓ ખાસ પોસ્ટ શેર કરતા રહે છે. હવે તેમણે ફેન્સને જણાવ્યું છે કે તેમને સોશિયલ મિડિયા પોસ્ટને કારણે સરકારની નોટિસ મળી ચૂકી છે. તેમણે એ વાતનો ખુલાસો પોતાના બ્લોગમાં કર્યો છે.
અમિતાભ બચ્ચન પોતાના બ્લોગમાં કેટલાય ખુલાસા કરતા રહે છે. તેમણે ગુરુવારે બ્લોગમાં જણાવ્યું હતું કે સોશિયલ મિડિયા પોસ્ટને કારણે તેમને સરકાર તરફથી નોટિસ મળી ચૂકી છે. એ વાત તેમણે સરકારની નવી ગાઇડલાઇન્સ વિશે વાત કરતાં કહી છે.2 બિગ બીએ જણાવ્યું હતું કે કેવી રીતે નવી ગાઇડલાઇન્સમાં સોશિયલ મિડિયા યુઝર્સને વિના કોઈ મંજૂરીના પ્રમોશન કરવાથી અટકાવે છે.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે કેન્દ્ર સરકાર અને ASCI (જાહેરાત માનક પરિષદ)ની ગાઇડલાઇન વધુ આકરી થઈ ગઈ છે. કેટલાય નિયમો અને કાયદો બની ગયા છે. નહીં તો એ ગેરકાયદે થતું રહેત. મારી કેટલીય પોસ્ટને નોટિસ આપવામાં આવી છે કે બદલાવ કરવામાં આવવો જોઈએ …નહીં… તો… આ ઘણી મુશ્કેલ જિંદગી છે નહીં. બધા લોકો સોશિયલ મિડિયાના મોટા લોકો ખરીદી રહ્યા છે અને નંબરને વધારતા રહે છે.
અમિતાભના વર્કફ્રન્ટની વાત કરે તો તેઓની બે ફિલ્મો રનવે 34 અને ઝુંડમાં નજરે ચઢશે. તેમણે રનવે 34માં એક વકીલની ભૂમિકા અદા કરી છે, જ્યારે ઝુંડમાં તેઓ ફૂટબોલ કોચની ભૂમિકામાં દેખાં દેશે.