મુંબઈઃ હિન્દી ફિલ્મોનાં કલાકારો અને કસબીઓ એમના યૂએસપી (ખાસિયત, ખૂબી) આધારિત કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે. એમની ખાસિયતોને કારણે જ તેઓ દર્શકો, શ્રોતાઓમાં લોકપ્રિય થયા હોય છે, પછી તે લતા મંગેશકર અને અમિતાભ બચ્ચનનો સ્વર હોય, જોન અબ્રાહમનું ખડતલ શરીર હોય. બોલીવુડની અનેક હસ્તીઓએ તેમની આ સંપત્તિઓનો વીમો ઉતરાવ્યો છે અથવા ઉતરાવવાની ઈચ્છા ધરાવે છે.
- મહાન ગાયિકા ‘ભારત રત્ન’ લતા મંગેશકરે એમનાં સ્વરનો અઘોષિત રકમમાં વીમો ઉતરાવ્યો હતો.
- અમિતાભ બચ્ચન એમની એક્ટિંગ માટે પ્રસિદ્ધ થયા છે, પરંતુ એમની ગાયકી એમના વ્યક્તિત્વનું એક અલગ જમાપાસું છે. આ મહાનાયકે એમના અવાજનો પણ વીમો ઉતરાવ્યો છે.
- દક્ષિણી ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે એમના ટ્રેડમાર્ક અવાજનો વીમો ઉતરાવ્યો છે એટલું જ નહીં, એના કોપીરાઈટ્સ પણ મેળવ્યા છે જેથી કોઈ પણ બ્રાન્ડ એમની સહમતી વગર એનો ઉપયોગ કરે નહીં.
- ઓલિમ્પિયન બોક્સર-કમ-અભિનેતા વિજેન્દર સિંહે એમની મુઠ્ઠીઓનો વીમો ઉતરાવ્યો છે.
- અભિનેત્રી મલ્લિકા શેરાવતે 2009માં જાહેરાત કરી હતી કે તે એની સંપૂર્ણ કાયાનો રૂ. 50 કરોડમાં વીમો ઉતરાવી રહી છે.
- અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એનાં સુંદર સ્માઈલનો અઘોષિત રકમમાં વીમો ઉતરાવ્યો છે.
- અભિનેતા જોન અબ્રાહમે એક વાર કહ્યું હતું કે પોતે એના નિતંબનો વીમો ઉતરાવવા માગે છે.