દિશા-ટાઈગર વચ્ચે છ-વર્ષ જૂના પ્રેમસંબંધનો અંત?

મુંબઈઃ છ વર્ષથી ડેટિંગ કરનાર બોલીવુડ કલાકારો – ટાઈગર શ્રોફ અને દિશા પટની વચ્ચે બ્રેક-અપ થયાનો અહેવાલ છે. બંનેએ અમુક અજ્ઞાત કારણોસર છૂટાં પડવાનું નક્કી કર્યું છે. હવે એમણે એકબીજાંને મળવાનું બંધ કરી દીધું છે. બંને જણ અગાઉ અવારનવાર જાહેરમાં સાથે જોવા મળ્યાં હતાં, તે છતાં એમણે તેઓ રિલેશનશિપમાં હોવાની ક્યારેય જાહેરાત કરી નહોતી. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ટાઈગરના એક નિકટના મિત્રએ એમ કહ્યું કે, ટાઈગર અને દિશા હવે સાથે રહેતાં નથી. બંને વચ્ચે શેને કારણે અણબનાવ થયો એ હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ બંને જણ હવે સિંગલ છે.

દિશાની નવી ફિલ્મ આવી રહી છે ‘એક વિલન રિટર્ન્સ’. જ્યારે ટાઈગરની આગામી નવી ફિલ્મ ‘સ્ક્રૂ ઢીલા’નું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં એના હોલીવુડ સ્ટાઈલના એક્શન દ્રશ્યો જોવા મળ્યા છે. આ ઉપરાંત ‘ગણપત’ ફિલ્મમાં એ રણવીરસિંહની સાથે ચમકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]