પેટીએમ, ફોનપે પર મોબાઈલ રીચાર્જ મોંઘું પડશે

મુંબઈઃ પેટીએમ અને ફોનપે જેવી પેમેન્ટ એપ્સ પરથી મોબાઈલ ફોન માટે રીચાર્જ કરાવવાનું હવે મોંઘું પડશે, કારણ કે આ બંનેએ તે માટે પ્લેટફોર્મ ફી વસૂલ કરવાનું શરૂ કર્યું છે.

એક એવો સમય હતો જ્યારે પેટીએમ અને ફોનપે પોતાનાં પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને લોકોને એમનાં વિવિધ સેવાઓને લગતાં બિલની રકમ ચૂકવવા પર કેશબેક્સ આપતી હતી. પરંતુ હવે એમણે ગ્રાહકોને એમનાં મોબાઈલ ફોન નંબરો રીચાર્જ કરાવવા કે વીજળી વગેરેનાં બિલની રકમ ચૂકવવા પર પ્લેટફોર્મ ફી લાગુ કરવાનું શરૂ કર્યું છે. આ ફી બહુ મામુલી રકમની છે અને એમાં જીએસટી પણ સામેલ કરી દેવામાં આવ્યો છે. જો તમારું મોબાઈલ રીચાર્જ નિષ્ફળ જાય તો પ્લેટફોર્મ ફી રકમ (જીએસટી સહિત) તમને રીફંડ કરવામાં આવશે.

અમુક ગ્રાહકોના જણાવ્યા મુજબ, મોબાઈલ ફોન નંબર રીચાર્જ કરવા પેટીએમ એપનો ઉપયોગ કરવા માટે પ્રત્યેક મોબાઈલ રીચાર્જ માટે 1-રૂપિયો પ્લેટફોર્મ ફી ચાર્જ કરવામાં આવે છે. પરંતુ, ફોનપે બે રૂપિયા ચાર્જ કરે છે. પેટીએમ પરથી 30-દિવસ માટે એરટેલ મોબાઈલનું રૂ.296નું રીચાર્જ કરાવો તો રૂ.297 ભરવા પડે અને ફોનપે પર રૂ. 298 ભરવા પડે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]