દીપિકા બની કાન્સ-2022 ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરી સભ્ય

કાન્સ (ફ્રાન્સ): આગામી 75મા કાન્સ ફિલ્મ મહોત્સવમાં બોલીવુડ અભિનેત્રી દીપિકા પદુકોણની પસંદગી જ્યૂરી સભ્ય તરીકે કરવામાં આવી છે. આમ, દીપિકા આ વખતના કાન્સ ફિલ્મોત્સવમાં જુદી ભૂમિકામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. દીપિકા તથા અન્ય જ્યુરી સભ્યો આ વર્ષના વિજેતાઓની પસંદગી કરશે. દીપિકા સૌપ્રથમ 2017માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર હાજર થઈ હતી. આ વખતનો ફિલ્મોત્સવ 17 મેથી શરૂ થશે અને એવોર્ડ વિતરણ સમારોહ 28 મેએ યોજાશે.

જ્યૂરી પર દીપિકા ઉપરાંત અન્ય સભ્યો છેઃ ઓસ્કર એવોર્ડ વિજેતા દિગ્દર્શક અસગર ફરહાદી, જેફ નિકોલ્સ, રીબેકા હોલ, નૂમી રેપેસ, જેસ્મીન ટ્રિન્કા, લેડી લી અને જોકીમ ટ્રાયર. ફ્રેન્ચ અભિનેતા વિન્સેન્ટ લિન્ડન જ્યૂરીનું પ્રમુખપદ સંભાળશે.