નવી દિલ્હીઃ પંજાબનો મશહૂર ભાંગડા અને પોપગાયક દલેર મહેંદી પ્રજાસત્તાક દિને મેટાવર્સ કોન્સર્ટ યોજવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દલેર મહેંદી આ કોન્સર્ટ થકી એ કલાકારોની યાદીમાં સામેલ થનારા સૌપ્રથમ ભારતીય કલાકાર બની ગયા છે, જેમણે આ પહેલાં મેટાવર્સ વર્ચ્યુઅલ કોન્સર્ટમાં પર્ફોર્મન્સ આપ્યું હોય. આ પહેલાં આ પ્રકારની માત્ર ચાર કે પાંચ વાર મેટાવર્સ કોન્સર્ટ યોજાઈ છે. એ કલાકારોમાં ટ્રાવિસ સ્કોટ, જસ્ટિન બીબર, માર્શમેલો અને એરિયાના ગ્રાંડેનો સમાવેશ થાય છે. મહેંદીના ફેન્સ PartyNite.io પર તેમના અવતારને જીવનના સૌથી મોટા વર્ચ્યુઅલ કોન્સર્ટમાં જોઈ શકશે.
મેટાવર્સ કોન્સર્ટ બહુ જોરદાર છે, કેમ કે એ કોન્સર્ટ વિશ્વના દર્શકો એને ઘેરબેઠાં નિહાળી શકે છે. આ કોન્સર્ટના કલાકાર વિશ્વમાં ગમેત્યાંથી પણ લાઇવ પ્રદર્શન કરી શકે છે. એ પોપ મ્યુઝિક માટે અપાર નવી સંભાવનાઓ ખોલશે, જે સીમા પાર પણ સહયોગ કરવા ઇચ્છે છે અથવા વિશ્વમાં રહેલા પોતાના ચાહકોની સાથે મ્યુઝિક પ્રોગ્રામના રેકોર્ડિંગનો વેપાર કરે છે.
આમ તો પહેલી નજરે એમ લાગે કે એક મોટી વાત નથી અને એ ઓનલાઇન મ્યુઝિક કાર્યક્રમથી વિશેષ કંઈ જ નથી, પણ સંગીતરસિયાઓ માટે લાઇવ સ્ટ્રીમ કરવામાં આવેલા વિડિયોને જોવાની તુલનાએ એમાં ડૂબવાની તક છે. વળી, મેટાવર્સનો મ્યુઝિક પ્રોગ્રામમાં દલેર મહેંદી સાથે નાચી પણ શકો છો. વળી, મેટાવર્સ યુઝર્સને ઇમર્સિવ 3D અનુભવ કરાવે છે. વળી, મેટાવર્સ પર કોઈની કંપનીની માલિકી નથી, પણ આ નેટવર્કથી કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિથી સરળતાથી જોડાઈ શકે છે.