પ્રકાશ ઝા, બોબી દેઓલને કોર્ટની નોટિસ

જોધપુરઃ જોધપુરની જિલ્લા કોર્ટે આશ્રમ વેબ સિરીઝના સિલસિલામાં ફિલ્મ અભિનેતા બોબી દેઓલ અને ડિરેક્ટર પ્રકાશ ઝાને નોટિસ જારી કરી છે. આ મામલાની સુનાવણી 11 જાન્યુઆરીએ થશે. જોધપુરના વકીલ ખુશ ખંડેલવાલના જણાવ્યાનુસાર ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર પ્રકાશ ઝાએ હાલમાં જ ‘આશ્રમ’ નામથી વેબ સિરીઝ બનાવી છે. આમાં બોબી દેઓલે સંતની ભૂમિકા ભજવી હતી.

આ સિરીઝમાં હિન્દુ ધર્મગુરુઓને દુષ્કર્મી, ભ્રષ્ટાચારી અને ડ્રગ્સનો વેપાર કરતા બતાવવામાં આવ્યા છે. આ વેબ સિરીઝથી હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે, જેને લઈને કુડીના પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે અરજી આપી હતી, પણ જ્યારે પોલીસે રિપોર્ટ નોંધ્યો, જેથી તેમણે કોર્ટમાં અરજી કરી હતી. આ મામલે સોમવારે સુનાવણી કરતાં જિલ્લા કોર્ટે પ્રકાશ ઝા અને બોબી દેઓલે નોટિસ ફટકારી છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]