મુંબઈ મેટ્રો-1ની સર્વિસમાં 45 મિનિટનો વધારો કરાશે

મુંબઈઃ મુંબઈમાં સામાન્ય જનતાને હવે ઓફિસ જવાનું વધુ સરળ થશે, કેમ કે મુંબઈ મેટ્રોએ એક જાહેરાત કરી છે. મુંબઈ મેટ્રો યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં રેલવે સર્વિસના ટાઇમિંગમાં ફેરફાર કરી રહી છે. એટલે હવે મુંબઈ મેટ્રો વધુ સમય ચાલશે. મુંબઈ મેટ્રોના પેસેન્જરોની સંખ્યામાં વધારો થતાં મેટ્રોએ સર્વિસમાં 40થી 45 મિનિટનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. એનાથી યાત્રીઓને ઘેર પહોંચવામાં કે ઓફિસ જવામાં કેટલાક એકસ્ટ્રા કલાક પણ મળશે. એનાથી હવે કોરોના સંકટ પછીની સ્થિતિમાં લોકોને યાત્રામાં સરળતા રહેશે.

જો સોમવારની વાત કરીએ તો વર્સોવા થી પહેલી મેટ્રો સવારે 7.50 કલાક અને છેલ્લી મેટ્રો 8.50 સુધી ચાલશે. આવામાં ઘાટકોપરથી પહેલી મેટ્રો 8.15 કલાકે અને છેલ્લી મેટ્રો 9.15 કલાકે ચાલશે. હવે ટ્રેન ડિપાર્ચર 15 મિનિટ પહેલાં સ્ટેશન ખૂલવા લાગશે.

મહારાષ્ટ્ર સરકારે મુંબઈ મેટ્રોની સર્વિસ 15 ઓક્ટોબરે શરૂ કરવાની મંજૂરી આપી હતી. દેશમાં કોરોના રોગચાળાને કારણે હજી પણ લોકોએ મેટ્રોમાં યાત્રા કરતી વખતે માસ્ક લગાવવો ફરજિયાત છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]