‘સૂર્યવંશી’માં વિલન મુસલમાન બતાવાતાં વિવાદ વકર્યો

મુંબઈઃ અક્ષયકુમાર અને કેટરિના કૈફ સ્ટાટર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી છે, પણ આ ફિલ્મમાં મુસ્લિમ વિલન બતાવવા પર વિવાદ થઈ રહ્યો છે. આવામાં ડિરેક્ટર રોહિત શેટ્ટીએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે અને તેમને પૂછ્યું છે કે તેમની ફિલ્મોમાં હિન્દુ વિલન હોવા પર વિવાદ કેમ નથી થતો?

‘સૂર્યવંશી’માં મુસ્લિમ વિલન પર વધી રહેલા વિવાદ પર રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે ફિલ્મ વખતી વેળાએ કોઈ જાતિ અથવા ધર્મના એક્ટરને વિલન બનાવવા પર કોઈ વિચાર નહોતો થયો, જો હું તમને પૂછું કે ‘સિંઘમ’માં જયકાંત શિકરેની ભૂમિકા પ્રકાશ રાજે નિભાવી હતી, જે હિન્દુ છે.’સિંઘમ રિટર્ન્સ’ અને ‘સિંબા’માં હિન્દુ વિલન હતા. આ ફિલ્મોમાં ત્રણે વિલન જ હિન્દુ હતા, ત્યારે કોઈ વિવાદ નહોતો થયો.

જો કોઈ આતંકવાદી પાકિસ્તાનથી છે તો તેનો ધર્મ શો હશે? અમે આ ફિલ્મમાં કાસ્ટ વિશે વાત નથી કરતા. કેટલાક સેગમેન્ટ્સમાં લોકોને આનાથી સમસ્યા થઈ રહી છે, પણ ફિલ્મ બનાવતી વખતે તેમણે ક્યારે આ વિશે વિચાર્યું નહોતું. અમે ક્યારેય વિલનની જાતિ વિશે વિચાર્યું નથી, જેનો હાલ વિવાદ થઈ રહ્યો છે, એમ રોહિતે કહ્યું હતું.

કેટલાક લોકો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તો એ તેમનો દર્ષ્ટિકોણ છે, તેમણે દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે, અમારે નહીં. હું ફિલ્મ બનાવતી વખતે માત્ર દર્શકોને ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવું છું અને એ વાતનું ખાસ ધ્યાન રાખું છું કે કોઈ વ્યક્તિની લાગણી ના દુભાય.