બોમન ઇરાનીનાં માતા જેરબાનુ ઇરાનીનું નિધન

મુંબઈઃ બોલીવૂડના જાણીતા એક્ટર બોમન ઇરાનીનાં માતા જેરબાનુ ઇરાનીનું બુધવારે નિધન થયું છે. તેઓ 94 વર્ષનાં હતાં. એક્ટરે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ વાતની માહિતી આપી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ઇમોશનલ પોસ્ટ શેર કર્યો છે. તેમણે તેમની માતાને શ્રદ્ધાંજલિ આપતાં એક ઇમોશનલ નોટ લખી હતી.

તેમણે તેમની માતાનો એક ફોટો શેર કરતાં લખ્યું હતું કે માતા ઇરાનીનું આજે સવારે ઊંઘમાં શાંતિથી મૃત્યુ થયું છે. તેમણે મારા માટે  32 વર્ષની ઉંમરથી માતા અને પિતા- એમ બંનેની ભૂમિકા નિભાવી હતી. તેમના પિતાનું મૃત્યુ તેમના જન્મ પહેલાં છ મહિના પહેલાં થયું હતું.  

તેમણે કહ્યું હતું કે વધુમાં લખ્યું હતું કે રસપ્રદ વાર્તાઓ, જે માત્ર તે જ જણાવી શકે. જ્યારે તેમણે મને ફિલ્મોમાં મોકલ્યો હત, ત્યારે તેમણે ખાતરી કરી હતી કે બધા કમ્પાઉન્ડનાં બાળકો મારી સાથે જાય અને પોપકોર્ન લાવવાનું ભૂલતાં નહીં. બોમને લખ્યું હતું કે તેમને ખાવાનું અને ગીતો પસંદ હતાં અ તેઓ એકઝાટકે વિકિપીડિયા અને આઇએમડીબીની ફેક્ટ-ચેક કરી શકતાં હતાં. તેઓ હંમેશાં કહેતાં હતાં કે તું એવો એક્ટર નથી કે લોકો પ્રશંસા કરે. તું માત્ર એક્ટર છે, એટલે તું લોકોને હસાવી શકે છે. તે કહેતાં લોકોને ખુશ કરો. ગઈ કાલે તેમણે મને મલાઈ કુલ્ફી અને કેરીઓ માગી હતી. તે ઇચ્છત તો ચંદ્ર અને તારા માગી શકત. તે હંમેશાં એક સ્ટાર હતાં અને હંમેશાં રહેશે.