સંપૂર્ણ શાકાહારી બની છે બોલીવૂડની આ બ્યૂટીઝ

મુંબઈઃ બોલીવૂડની અનેક હસ્તીઓએ ઘણાં વર્ષોથી શાકાહારી છે અથવા શાકાહારી બનવાના પ્રયાસો કરી રહ્યા છે, આલિયા ભટ્ટ, અનુષ્કા શર્મા, જેકલિન ફર્નાન્ડિસ, રિચા ચઢ્ઢા, શાહિદ કપૂર, શ્રદ્ધા કપૂર, સોનમ કપૂર અને અન્ય ઘણી સેલિબ્રિટીઝે તેમની જીવનશૈલી બદલવાની વાત કહી હતી. આમાંના ઘણા પ્રાણીપ્રેમીઓ પણ છે અને તેમણે જણાવ્યું હતું કે માંસાહાર છોડવાનું મુખ્ય કારણ એ પણ છે.

બુધવારે ભૂમિ પેડણેકરે જાહેર કર્યું હતું કે તે શાકાહારી બની ગઈ છે. તેણે ખુલાસો કર્યો હતો કે તેણે છેલ્લા છ મહિનાથી માંસાહર નથી કર્યો. વળી, તેણે એક નિવેદન પણ કર્યું હતું કે તેની ઘણાં વર્ષોથી શાકાહારી બનવાની ઇચ્છા હતી, પણ ટેવ બદલવાની સૌથી મુશ્કેલ બાબત હતી. જોકે ક્લાયમેટ વોરિયર્સ સાથેના પ્રવાસે મને ઘણી બાબતો શીખવી હતી અને મેં નક્કી કર્યું હતું કે હવે હું માંસ નહીં ખાઉં.

ભૂમિ પહેલાં રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખે જાહેર કર્યું હતું કે તેઓ શાકાહારી બની ગયા છે અને તેમણે અંગદાન કરવાનું નક્કી કર્યું છે.

ચાલો, બોલિવુડના 10 અભિનેતા-અભિનેત્રીઓ શાકાહારી બન્યા છે, એના પર એક નજર નાખીએ…

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટે અગાઉ ખુલાસો કર્યો હતો કે તેણે સ્વસ્થ અને ફિટ રહેવા માટે શાકાહારી આહાર અપનાવ્યો છે. હું ગરમીને કારણે પણ માંસથી દૂર રહેવાનું પસંદ કરું છું. મને મારા નવા શાકાહારી ખોરાકને લેવાનું પસંદ છે. હું ક્યારેય હાર્ડકોર માંસાહાર નહોતી કરતી. હાલ હું શાકાહારી છું અને મને આશા છે કે હું એના પર ટકી રહીશ.

અનુષ્કા શર્મા

2018માં અનુષ્કા શર્માએ જાહેર કર્યું હતું કે તે શાકાહારી બની ગઈ છે. તેણે કહ્યું હતું કે તે મારા શ્રેષ્ઠ નિર્ણયોમાંનો એક હતો, જેથી મારામાં વધુ શક્તિ આવી છે. હું વધુ સ્વસ્થતા અનુભવું છુ અને હું ખૂબ ખુશ છું કે મારા ખોરાક માટે કોઈ પ્રાણીએ મુશ્કેલી નથી વેઠવી પડતી.

 ભૂમિ પેડણેકર

ક્લાયમેટ વોરિયર હોવાથી ભૂમિ પેડણેકરે શાકાહારી બનવાનું પસંદ કર્યું છે. તેણે કહ્યું હતું કે ઘણાં વર્ષોથી મને શાકાહારી બનવાની ઇચ્છા હતી. મારે મારી ટેવ છોડવી મુશ્કેલ હતી, પણ ક્લાયમેટ વોરિયર સાથેના મારા પ્રવાસે મને અનેક બાબતો શીખવી હતી અને હવે મને માંસ ખાવાનું પસંદ નથી. આમેય હું ખોરાકમાં સંપૂર્ણ માંસાહાર નહોતી લેતી. પણ લોકડાઉનમાં મારી નજીવનશૈલી બદલાઈ ગઈ. હવે છ મહિનાથી મેં માંસાહાર બંધ કર્યો છે અને હું શારીરિક રીતે સ્વસ્થતા અનુભવી રહી છું.

જેનેલિયા દેશમુખ

મેં મારી મરજીથી માંસાહાર છોડવાનું પસંદ કર્યું છે. હું પ્રામાણિક રીતે કહું છું કે એ ખરેખર મારા માટે મુશ્કેલ હતું, પણ મેં  સંકલ્પ કર્યો હતો કે હું માંસાહાર ત્યજી દઈશ. મારી જીવનયાત્રા દરમ્યાન મને છોડની સુંદરતા સમજાઈ અને આખરે પ્રાણીઓ પર અત્યાચાર કરતાં મને તેમના દ્વારા પોષક તત્ત્વોથી સારું લાગે છે.

જેકલિન ફર્નાન્ડિસ

પ્રખર પ્રાણીપ્રેમી જેકલિન ફર્નાન્ડિસે માંસ છોડવાનું અને શાકાહારી આહાર સાથે સ્વસ્થ જીવન જીવવાનું નક્કી કર્યું છે. તે ઘણાં વર્ષોથી ડાયેટ ફ્રી આહાર કરી રહી છે.

રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢા 2014થી શાકાહારી ખોરાક લઈ રહી છે. તેણે હાલમાં જ PETA સાથે શાકાહાર વિશે ચર્ચા કરી હતી.  હવે સપ્તાહના કેટલાક દિવસ વેગન (Vegan) અપનાવે છે. તે કહે છે આશા છે કે 2020 અનેક લોકોની માનસિકતામાં ઘણા ફેરફારો કર્યા હશે.

રિતેશ દેશમુખ

રિતેશે દેશમુખે હાલમાં જ અંગદાન કરવાનું નક્કી કર્યું હતું અને શાકાહારી બનવાનો પ્રારંભ કર્યો હતો. તેણે કહ્યું હતું કે મેં માંસાહારી ખોરાક, બ્લેક કોફી અને ઠંડાં પીણાં છોડી દીધાં છે. હું સ્વસ્થ રહેવા ઇચ્છું છું અને મેં અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે, જેથી લોકો કહે કે જતાં-જતાં તે સ્વસ્થ અંગોનું દાન કરીને ગયો.

 શાહિદ કપૂર

શાહિદ કપૂર તેની સંપૂર્ણ જીવનશૈલી બદલી નાખી છે અને તે એક શુદ્ધ શાકાહારી બની ગયો છે. તે છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી શાકાહારી છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર 2019માં શુદ્ધ શાકાહારી બની ગઈ છે. મને વડાપાંઉ પસંદ છે. હું વડાપાંઉ ખાઉં છું, પણ હું વર્કઆઉટ કરું છું. જોકે તે રાત્રે સૂપ જ પીએ છે.જોકે હું બહુ આહાર માટે નિયંત્રણો નથી રાખતી, પણ મને જે ગમે એ ખાઉં (શાકાહારી) છું.

સોનમ કપૂર આહુજા

સોનમ કપૂર ઘણાં વર્ષોથી શાકાહારી છે. હું સોયા મિલ્ક કોફી લઉં છું. મને ડેરી પદાર્થો પણ નાપસંદ છે.