કોરોનાના નવા 63,371 કેસ, 895નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 73 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 63,371 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 895 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 73,70,469 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,12,161 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 64,54,779 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 70,338 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 8,04,528એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 87.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.52 ટકા થયો છે.

શિયાળામાં કોરોનો વકરે એવી શક્યતા

કોરોના વાઇરસ ફેલાવાની સાથે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે શિયાળામાં આ વાઇરસ વધુ ભયાનક બને તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. શિયાળાની ઠંડીમાં છ ફૂટનું સામાજિક અંતર  ટૂંકું પડશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કોરોના વાઇરસ શિયાળામાં નાક અને મોંમાંથી બહાર આવતા નાના છાંટા વડે ફેલાય તેવો ખતરો વધી ગયો છે. આ ટીપાંના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસના ઇન્ફેક્શનનો ખતરો અનેક ગણો વધી જાય એવી આશંકા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક રિસર્ચમાં જાણવા મળી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.