મુંબઈ: વરુણ ધવન અને નતાશા દલાલ અત્યારે ક્લાઉડ નાઈન પર છે. આ કપલે ગઈકાલે રાત્રે, 3 જૂને તેમના પ્રથમ બાળક પુત્રીનું સ્વાગત કર્યું. આ સારા સમાચારની પુષ્ટિ તેના દાદા અને દિગ્ગજ ફિલ્મ નિર્માતા ડેવિડ ધવને કરી હતી. જ્યારથી આ ખુશખબરીની જાહેરાત થઈ ત્યારથી અર્જુન કપૂર, કરણ જોહર અને રકુલ પ્રીત સિંહ સહિતના સેલેબ્સે કપલને શુભેચ્છા પાઠવી છે. હવે, આખરે ફાધર વરુણ ધવને તેમના ચાહકો સાથે તેમના જીવનના સૌથી ખુશીના સમાચાર શેર કર્યા છે. દીકરીના જન્મ પછી વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
4 જૂનના રોજ,’બેબી જોન’ અભિનેતા વરુણ ધવને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની પુત્રીના આગમન વિશે એક પોસ્ટ મૂકી છે. પોસ્ટ શેર કર્યા પછી તરજ જ ચાહકો અભિનેતાને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. વરુણે ‘બેબી ધવન’ વિશે લખ્યું- અમારું બાળક આવી ગયું છે. તમારા બધાના અભિનંદન બદલ આભાર. હરે રામ હરે રામ, રામ રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે.
દીકરીના જન્મ પછી વરુણ ધવનની પહેલી પોસ્ટ
View this post on Instagram
3 જૂને વરુણ ધવન મુંબઈની હિન્દુજા હોસ્પિટલની બહાર જોવા મળ્યો હતો. એક ક્લિપમાં તે તેના પિતા અને ફિલ્મ નિર્માતા ડેવિડ ધવન સાથે દેખાયો હતો. તે સમયે અભિનેતાના ચહેરા પર સ્પષ્ હરખ દેખાતો હતો. આ ખુશીમાં તેણે મસ્ત મજાની મોટી સ્માઈલ આપી અને લોકોએ તેને આ સમાચાર અંગે અભિનંદન પાઠવ્યા ત્યારે તેણે અંગૂઠો બતાવ્યો હતો.
આ વર્ષની શરૂઆતમાં 18 ફેબ્રુઆરીએ વરુણ ધવને નતાશાની પ્રેગ્નન્સીની જાહેરાત કરતા પત્ની નતાશા દલાલના બેબી બમ્પને કિસ કરતો ફોટો પોસ્ટ કર્યો હતો. આ શેર કરતા તેણે લખ્યું હતું કે,’અમે ગર્ભવતી છીએ, તમારા આશીર્વાદ અને પ્રેમની જરૂર છે.’ તેની પોસ્ટ પર ચાહકોએ ઘણો પ્રેમ વરસાવ્યો હતો.
