તેજસ્વી યાદવ અને રિતેશ દેશમુખ વચ્ચે ટ્વીટરમાં જામી મિત્રતા..

નવી દિલ્હી: આરજેડી નેતા તેજસ્વી યાદવ અને બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખની મિત્રતા ઘણી જૂની છે. હકીકતમાં 17 ડિસેમ્બરે રિતેશ દેશમુખનો જન્મદિવસ હતો પણ તેજસ્વી યાદવે આજે ટ્વીટ કરીને રિતેશને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેજસ્વી યાદવ બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા છે અને તે સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે.

તેજસ્વી યાદવે રિતેશને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ટ્વીટ કર્યું કે, જન્મદિન મુબારક રિતેશભાઈ! તમે એક વર્ષ મોટા થવાની સાથે વધુ સારા બન્યા છો. આશા રાખુ છું કે, આ દિવસનો ભરપૂર આનંદ ઉઠાવો. આનંદ અને આરામ કરો. આ રીતે તેજસ્વી યાદવે બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

તેજસ્વીના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા રિતેશ દેશમુખે ટ્વીટ કર્યું કે, ખૂબ ખૂબ આભાર ભાઈ તેજસ્વી યાદવ. આશા રાખુ છું કે, તમે હંમેશા મુદ્દાઓ પર પોતાનો મંતવ્ય રજૂ કરતા રહેશો અને દબાયેલા લોકોનો અવાજ બનો. રિતેશ અને તેજસ્વીના આ ટ્વીટ સોશિયલ મીડિયામાં તેના ચાહકોને ખૂબ જ પસંદ પડી રહ્યા છે.