‘દબંગ 3’: ચુલબુલ પાંડે અને ‘સુપર સેક્સી’ રજ્જોનાં રોમાન્સની વિડિયો ઝલક

મુંબઈ – સલમાન ખાન એટલે કે ચુલબુલ પાંડે અને સોનાક્ષી સિન્હા એટલે કે રજ્જોની લવસ્ટોરી કાયમ ‘દબંગ’ના ચાહકો માટે મુખ્ય આકર્ષણ રૂપ બની રહી છે.

‘દબંગ’ શ્રેણીની નવી ફિલ્મ ‘દબંગ 3’ રિલીઝ થવાને આડે હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે આજે સલમાન ખાને આ ફિલ્મના પ્રચારના ભાગ રૂપે એક નવો વિડિયો રિલીઝ કર્યો છે જેમાં એ જેનું પાત્ર ભજવી રહ્યો છે તે ચુલબુલ પાંડે એની પત્ની રજ્જો (સોનાક્ષી સિન્હા) સાથે રોમાન્સ કરતો જોઈ શકાય છે.

સલમાને આનું એક ટીઝર સોશિયલ મિડિયા પર રિલીઝ કર્યું છે.

એની સાથે એણે લખ્યું છેઃ ‘હમારે ઈસ બડે સે દિલ કા બડા સા હિસ્સા, હમારી સુપર સેક્સી હબીબી રજ્જો. મિલતે હૈં 20 ડિસેંબર કો આપકે નજદિકી સિનેમા મેં.’

‘દબંગ’ શ્રેણીની આ ત્રીજી ફિલ્મમાં સોનાક્ષી ફરી રજ્જોનું જ પાત્ર ભજવતી જોવા મળશે.

આ શ્રેણીની અગાઉની બંને ફિલ્મમાં પાંડે દંપતીની કેમિસ્ટ્રી હંમેશાં આકર્ષણ સમી રહી છે.

‘દબંગ 3’ આવતા શુક્રવારે રિલીઝ થઈ રહી છે અને અત્યારથી જ દર્શકો ટિકિટ બારી પર લાઈન લગાવવા મંડ્યા છે.

ટ્રેડ નિષ્ણાતોનું માનવું છે કે ‘દબંગ 3’ને જંગી ઓપનિંગ મળશે.

ફિલ્મમાં સલમાન અને સોનાક્ષી ઉપરાંત સઈ માંજરેકર, અરબાઝ ખાન અને કિચા સુદીપ મુખ્ય ભૂમિકામાં છે.

પ્રભુ દેવા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું નિર્માણ સલમાન ખાન, અરબાઝ ખાન અને નિખિલ દ્વિવેદીએ સલમાન ખાન ફિલ્મ્સના બેનર હેઠળ કર્યું છે.