43 વર્ષની ઉંમરે ગર્ભવતી થઈ છે બિપાશા

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી બિપાશા બસુ ગર્ભવતી થઈ છે. આ 43 વર્ષીય અભિનેત્રી અને તેનો કલાકાર પતિ કરણસિંહ ગ્રોવર એમનાં પ્રથમ બાળકના જન્મની અપેક્ષા રાખે છે. પિંકવિલા ન્યૂઝ પોર્ટલના અહેવાલ અનુસાર, દંપતી આ વિશે ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરશે.

બિપાશા અને કરણસિંહે ‘અલોન’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને ત્યારબાદ 2016ના એપ્રિલમાં એમણે લગ્ન કર્યાં હતાં. એમણે થ્રિલર વેબસીરિઝ ‘ડેન્જરસ’માં પણ સાથે કામ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]