રશ્મિકા મંદાના વિજય દેવરકોંડાને ડેટ કરી રહી છે? જાણો…

મુંબઈઃ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના એકમેક સાથે અનેક વાર જોવામાં આવ્યા છે. તેમના બંનેની ડેટિંગની અફવા ચાલી રહી છે. જોકે બંનેમાંથી કોઈએ પણ આ સમાચારની પુષ્ટિ નથી કરી. આ બંને એક્ટરોએ ‘ડિયર કોમરેડ’ અને ‘ગીત ગોવિંદમ’માં સાથે કામ કર્યું હતું. તેઓ હંમેશાં કહેતા રહ્યા છે કે તેઓ એકમેકના સારા મિત્રો છે. જોકે બંને જણ એકમેકને ડેટિંગ કર્યા રહ્યા હોવાની અટકળો હંમેશાં ચાલતી રહી છે.

તેમની આવી ડેટિંગની અફવા વિશે કરણ જૌહર તેમને આ સવાલ પૂછ્યા વગર કેવી રીતે રહી શકે? વિજયે અનન્યા પાંડેની સાથે કોફી વિથ કરણ (KWK 7)માં દેખા દીધી હતી. ત્યારે કરણે એક્ટરને તેના અને રશ્મિકા વિશેના સંબંધો વિશે સવાલો પૂછ્યા હતા, પણ વિજયે બહુ મજેદાર જવાબ આપ્યો હતો. કરણને જ્યારે વિજયને રશ્મિકા સાથેના રિલેશનશિપ વિશે પૂછ્યું, ત્યારે વિજયે જવાબ આપ્યો હતો કે અમે એકસાથે અનેક ફિલ્મ કરી છે, જેથી અમે માત્ર સારા મિત્રો જ છીએ.

જોકે અનન્યા પાંડેએ કન્ફર્મ કર્યું હતું કે વિજય અને રશ્મિકા એકમેક સાથે રિલેશનશિપમાં છે. જોકે તેણે વધુ વિગતો નહોતી જણાવી, પણ તેણે પરોક્ષ રીતે કહ્યું હતું. રશ્મિકા મંદાનાને વિજય દેવરકોંડાં સાઉથ ઇન્ડસ્ટ્રીનું બહુ ચર્ચિત કપલ છે. વિજય અને રશ્મિકાની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ કરી હતી.