આ બોલીવુડ એક્ટરની માતાને ન્યૂયોર્કમાં લાગી ચાની તલપ, પછી થયું આવું…

મુંબઈઃ બોલીવુડના જાણીતા એક્ટર અનુપમ ખેર અત્યારે પોતાની ફિલ્મના શૂટીંગ અને પોતાના પર્સનલ કામના કારણે મોટાભાગનો સમય વિદેશમાં પસાર કરી રહ્યા છે. અનુપમ ખેર ઘણીવાર પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર મુકે છે, જેને ખૂબ જોવામાં આવે છે. અનુપમ ખેર અત્યારે ન્યૂયોર્કમાં છે અને તેમની સાથે તેમના માતા અને ભાઈ રાજુ ખેર પણ છે. અનુપમ ખેરે પોતાની માતાનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર મૂક્યો છે જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનુપમ ખેરની માતા ન્યૂયોર્કની સ્ટ્રીટ પર મસ્તીથી ફરી રહ્યા અને અનુપમ ખેરને કહી રહ્યા છે કે મને ચાની તલપ લાગી છે. સાંજના સમયે ચા તો મળવી જોઈએ, નાસ્તો ન મળે તો ચાલી જાય. આ વીડિયોમાં અનુપમ ખેર પણ દેખાઈ રહ્યા છે. આ આખો વીડિયો ખૂબ ઈમોશનલ કરી દેનારો છે.

અનુપમ ખેરે આ વીડિયો પોસ્ટ કરવાની સાથે જ લખ્યું છે કે, માં બિલકુલ એવી રીતે નજર આવી રહી છે કે જાણે તે ઘણા વર્ષોથી અહીંયા ન્યૂયોર્કમાં રહેતી હોય. પરિવાર જ્યારે સાથે હોય ત્યારે ખૂબ મજા આવે છે. તેઓ કોઈપણ જગ્યાને ઘર જેવી જ બનાવી દે છે. આપની દુનિયા ખૂબ નાની અને ખુશીઓથી ભરપુર બની જાય છે. અથવા તો આ દુલારી(અનુપમ ખેરના માતા) ઈફેક્ટ છે.

અનુપમ ખેરની માતા આ વીડિયોમાં ખૂબ રસપ્રદ વાતો કરી રહી છે. અનુપમ ખેરની માતાને ચા પીવાની ખૂબ તલપ જાગતા તેઓ આ વિશે વાત કરી રહી છે. ખેર તેમને પૂછે છે કે મઝા તો આવી રહી છે ને માં? તો તેમની માતા ખૂબ ક્યૂટ અંદાજમાં કહે છે કે, હું મઝા કરવા માટે તો જીવિત છું… આ પ્રકારની માતા અને દિકરાની સુંદર વાતો સાથે આ વીડિયો એકદમ ક્યૂટ બની ગયો છે, અને આ વીડિયોને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે.