અમિતાભ બચ્ચને અંગદાન કરવાના સંકલ્પની ઘોષણા કરી

મુંબઈઃ બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને આજે જાહેર કર્યું છે કે તેમનું નિધન થઈ જાય ત્યારબાદ એમના શરીરના અવયવોનું દાન કરી દેવું એવો પોતે સંકલ્પ કર્યો છે.

77 વર્ષીય અમિતાભે એમના લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિના સેટ પરની પોતાની હસતા ચહેરાવાળી એક તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં એ તેમના સૂટ પર લીલા રંગની એક રીબન બતાવી રહ્યા છે.

અમિતાભ સોશિયલ મિડિયા પર ઘણા જ સક્રિય છે. તેમણે તસવીરની લખેલી કેપ્શનમાં લીલા રંગની રીબનનું મહત્ત્વ સમજાવ્યું છે અને કહ્યું કે પોતે અંગદાનનો સંકલ્પ કર્યો છે.

એમણે લખ્યું છે કે, મેં અંગદાન કરવાનો સંકલ્પ કર્યો છે. હું એની પવિત્રતા માટે લીલા રંગની રીબન પહેરું છું.

ઉલ્લેખનીય છે કે અંગદાન કરનાર વ્યક્તિ લીલા રંગની રીબન પહેરતા હોય છે.

અમિતાભની આ પોસ્ટને ઈન્ટરનેટ યૂઝર્સે વ્યાપક રીતે પ્રશંસા કરી છે અને એમને બિરદાવતી અઢળક કમેન્ટ્સ પણ કરવામાં આવી છે.

આ છે, અમિતાભના ટ્વીટ્સ…