હવે શાહરૂખની ‘પઠાણ’ ફિલ્મના બહિષ્કારની હાકલ

મુંબઈઃ ટ્વિટર પર બોલીવુડની ફિલ્મોનો બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ લંબાઈ રહ્યો છે. થોડાક દિવસો પહેલાં આમિર ખાનની ‘લાલસિંહ ચઢ્ઢા’ ફિલ્મ અને અક્ષય કુમારની ‘રક્ષાબંધન’ ફિલ્મનો બહિષ્કાર કરવાની માગણી સોશ્યલ મીડિયા પર શરૂ કરવામાં આવી હતી. હવે શાહરૂખ ખાનની આગામી હિન્દી ફિલ્મ ‘પઠાણ’નો બહિષ્કાર કરવાની માગણી કરતી ઝુંબેશ શરૂ થઈ છે. ટ્વિટર પર #BoycottPathaan ટ્રેન્ડિંગમાં છે.

શાહરૂખ ખાન ‘પઠાણ’ ફિલ્મ સાથે બોલીવુડમાં કમબેક કરી રહ્યો છે. છેલ્લે એ 2018માં ‘ઝીરો’ ફિલ્મમાં દેખાયો હતો. એ ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ હતી. હવે ‘પઠાણ’ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ એનો બહિષ્કાર કરવાની માગણી થઈ છે. પરંતુ આ માગણી શા માટે કરવામાં આવી છે એ હજી સ્પષ્ટ થયું નથી. એક ટ્વિટર યૂઝરે ટ્વીટમાં લખ્યું હતું, ‘નેક્સ્ટ મિશન… બોયકોટ પઠાણ.’

શાહરૂખનની ‘પઠાણ’ 25 જાન્યુઆરી, 2023માં થિયેટરોમાં રિલીઝ થવાનું નિર્ધારિત છે. આ ફિલ્મમાં એની સાથે દીપિકા પદુકોણ પણ મુખ્ય ભૂમિકામાં છે. થોડાક દિવસો પૂર્વે આ ફિલ્મમાંનો શાહરૂખનો લૂક રિલીઝ કરવામાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]