’83’નું નવું-પોસ્ટર રિલીઝ કરાયું; બે-દિવસ પછી-આવશે ટ્રેલર

મુંબઈઃ રણવીરસિંહ અભિનીત અને ક્રિકેટ વિષય પર આધારિત હિન્દી ફિલ્મ ’83’નું નવું પોસ્ટર નિર્માતાઓએ આજે રિલીઝ કર્યું છે. એમાં નિર્માતાઓએ હાલમાં જ આ ફિલ્મનું ટીઝર કર્યું હતું. હવે નવું પોસ્ટર ઈન્ટરનેટ પર છવાઈ ગયું છે. આ ફિલ્મમાં રણવીરસિંહ 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે જ્યારે એની પત્ની દીપિકા પદુકોણ બની છે કપિલ દેવની પત્ની રોમા. ભારતીય ક્રિકેટ ટીમે 1983ની 25 જૂને લંડનમાં વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો.

’83’ ફિલ્મનું ટ્રેલર 30 નવેમ્બરે રિલીઝ કરવામાં આવનાર છે. તાહિર રાજ ભાસીન, જીજીવા, સાકીબ સલીમ, હાર્દી સંધુ, એમી વિર્ક, પંકજ ત્રિપાઠી, બોમન ઈરાની, નિશાંત દહિયા, સાહિલ ખટ્ટર અભિનીત અને કબીર ખાન દિગ્દર્શિત આ ફિલ્મ 24 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.