‘અંતિમ’માં રોલ ભજવતી વખતે હું નર્વસ હતોઃ સલમાન

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઇનલ ટ્રુથ’ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. મહેશ માંજરેકરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સલમાન અને આયુષ બિલકુલ અલગ અંદાજમાં નજરે ચઢે છે. આ ફિલ્મની સફળતા પછી સલમાને મિડિયા સાથે અનુભવ શેર કર્યા હતા.

સલમાને વાત કરતાં કહ્યું હતું કે તે ‘અંતિમ’માં એક પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવતી વખતે ઘણો નર્વસ હતો. સલમાનનું કહેવું છે કે આ ફિલ્મમાં પોલીસવાળાની ભૂમિકા ઘણી અલગ ભજવી છે. એ ભૂમિકા ઘણી નાની છે, પણ ઘણી દમદાર છે.

આ ભૂમિકા વિશે સલમાને કહ્યું હતું કે મને માલૂમ હતું કે મારે આ ભૂમિકા કેવી રીતે ભજવવાની છે અને મેં પણ એ ભૂમિકા એવી રીતે ભજવી છે, જે રીતે મને એ ભજવવા માટે કહેવામાં આવ્યું હતું. મેં જ્યારે આયુષને એની ભૂમિકા ભજવતાં જોયો, ત્યારે મને વિશ્વાસ આવ્યો હતો કે હું પણ મારી ભૂમિકા સારી રીતે ભજવી શકીશ.
સલમાને વધુમાં કહ્યું હતું કે મને અને આયુષને માલૂમ હતું કે અમારા બંનેની ભૂમિકા બિલકુલ અલગ છે. આયુષની ભૂમિકા પાવરફુલ છે અને એમાં ગુસ્સો બહુ છે. મારી ભૂમિકા હળવી છે અને સ્મિત કરતી છે. પાણી પણ ફેંકશે તો હસીને ફેંકશે. મની મારી શક્તિ માલૂમ હતી. મને આ ભૂમિકા ભજવવામાં બહુ મજા આવી છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]