26/11 મુંબઈ-હુમલા પર બનેલી પાંચ-ફિલ્મો જોઈને કાળજુ કાંપશે

નવી દિલ્હીઃ સંસદમાં સંવિધાન દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વડા પ્રધાન મોદીએ તેમના વક્તવ્યમાં 26-11નો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દેશના દુશ્મનોએ દેશમાં ઘૂસીને મુંબઈ આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે એ લોકોને નમન કર્યું હતું, જેમણે આ આતંકવાદીઓને અટકાવવા માટે પોતાના જીવ ગુમાવ્યા હતા. વર્ષ 2008ની 26 નવેમ્બર… એ કાળો દિવસ હતો, જેમાં 10 આતંકવાદીઓએ મુંબઈમાં ખૂનની હોળી રમી હતી. આ નરસંહારમાં 174 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલા પછી બોલીવૂડની કેટલીય ફિલ્મો બની, જેણે કાળા દિવસને ફિલ્મના માધ્યમથી દેખાડ્યો. બોલીવૂડની એ ફિલ્મો વિશે મુંબઈમાં થયેલા હુમલાના દર્દને વર્ણવ્યું છે, જાણો એ ફિલ્મો વિશે…

ધ અટેક ઓફ 26/11

મુંબઈ હુમલા પર આધારિત ફિલ્મમાં નાના પાટેકરે મુંબઈ પોલીસના જોઇન્ટ કમિશનરની ભૂમિકા ભજવી છે. એ હુમલામાં 10 આતંકવાદી અને અજમલ કસાબની વાત બખૂબીથી ફિલ્મમાં દર્શાવાઈ છે. આ ફિલ્મમાં કસાબની પૂછપરછ શાનદાર રીતે સિનેમાના પડદે દેખાડવામાં આવી છે.

હોટેલ મુંબઈ

26 નવેમ્બરે હુમલામાં તાજ હોટેલ આતંકવાદીઓના મુખ્ય નિશાના પર હતું. હોટલમાં વિદેશી ટુરિસ્ટ પણ હતા. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે હોટલ સ્ટાફ કેવી રીતે લોકોનો જીવ બચાવે છે અને હુમલામાં હોટલમાં શું-શું થાય છે.

તાજમહલ

મુંબઈ હુમલા પર બનેલી મોટા ભાગની ફિલ્મોમાં પોલીસ, સુરક્ષા દળ અથવા હોટેલ કર્મચારી પર આધારિત છે, પણ આ ફિલ્મમાં 18 વર્ષની એક ફ્રાંસિસી યુવતી વાત છે, જે હુમલામાં હોટેલના રૂમમાં એકલી હોય છે.

ફેન્ટમ

આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં છે. મુંબઈ હુમલાની જવાબી કાર્યવાહી અને માસ્ટર માઇન્ડ હાફિસ સઈદની વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મ ‘મુંબઈ એવેન્જર્સ’ પર આધારિત છે.

વન લેસ ગોડ

26/11 પર બનેલી વન લેસ ગોડ થોડી હટકે ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા એ વિદેશી પર્યટકો પર આધારિત છે, જે આતંકવાદીઓના નિશાના બન્યા. ફિલ્મમાં સુખરાજ દીપક, જોસેફ માલ્હર, મિહિકા રાવ અને કબીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે.