નવી દિલ્હીઃ EDએ છત્તીસગઢના ભૂતપૂર્વ CM ભૂપેશ બઘેલના નિવાસસ્થાન પર તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સામે ચાલી રહેલી કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગની તપાસ હેઠળ ફરીથી દરોડા પાડ્યા હતા. આ કેસમાં નવા પુરાવા મળ્યા પછી EDએ મની લોન્ડરિંગ (PMLA) હેઠળ દુર્ગ જિલ્લામાં ભિલાઈ શહેરમાં આવેલા તેમના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. આ ઘર ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર બંનેનું સંયુક્ત નિવાસ છે.
આ તપાસની કાર્યવાહી ચૈતન્ય બઘેલ સામે કરવામાં આવી છે, જેમના પર દારૂ કૌભાંડના કેસમાં તપાસ ચાલી રહી છે. તેમના ઘરે બહાર ભારે પોલીસ બંદોબસ્ત તહેનાત જોવા મળ્યો હતો અને કેટલાક કોંગ્રેસ સમર્થકો પણ એકત્રિત થયા હતા.
ભૂપેશ બઘેલે X પર પોસ્ટ કરી હતી કે ED વિધાનસભાના મોનસૂન સત્રના અંતિમ દિવસે તેમના ઘરે આવી છે, જ્યારે રાયગઢ જિલ્લાના તમનારમાં અદાણી જૂથની કોલ ખાણ પ્રોજેક્ટ માટે વૃક્ષોના કાપ અંગે પ્રશ્ન ઉઠાવાનો હતો. ભૂપેશ બઘેલે આ મહિનાની શરૂઆતમાં તમનારની મુલાકાત લીધી હતી અને સ્થાનિક ગ્રામજનોને ટેકો આપ્યો હતો, જેઓ ખાણ પ્રોજેક્ટ માટે વૃક્ષ કાપ સામે વિરોધ કરી રહ્યા છે.
जन्मदिन का जैसा तोहफ़ा मोदी और शाह जी देते हैं वैसा दुनिया के किसी लोकतंत्र में और कोई नहीं दे सकता।
मेरे जन्मदिन पर दोनों परम आदरणीय नेताओं ने मेरे सलाहकार और दो ओएसडी के घरों पर ईडी भेजी थी।
और अब मेरे बेटे चैतन्य के जन्मदिन पर मेरे घर पर ईडी की टीम छापामारी कर रही है।
इन…
— Bhupesh Baghel (@bhupeshbaghel) July 18, 2025
EDએ અગાઉ દાવો કર્યો હતો કે ચૈતન્ય બઘેલ કથિત દારૂ કૌભાંડમાં મળેલા રૂપિયા મેળવનારોમાંથી એક છે. આ કૌભાંડથી રાજ્ય ખજાનાને ભારે નુકસાન થયું છે અને દારૂ સિન્ડિકેટના લાભાર્થીઓએ અંદાજે રૂ. 2100 કરોડની કમાણી કરી હતી.
EDના જણાવ્યા અનુસાર છત્તીસગઢમાં આ કથિત દારૂ કૌભાંડ 2019થી 2022 વચ્ચે થયું હતું, જ્યારે રાજ્યમાં ભૂપેશ બઘેલના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની સરકાર હતી. તપાસ દરમિયાન અત્યાર સુધીમાં ED દ્વારા અંદાજે રૂ. 205 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી છે.
