અયોધ્યાની મુલાકાત દરમિયાન પીએમ મોદી અચાનક ઉજ્જવલા યોજનાના લાભાર્થી મીરા માઝીને મળ્યા હતા. પીએમ મોદી મીરા માઝીના ઘરે ગયા અને સમગ્ર પરિવાર સાથે મુલાકાત કરી. પીએમએ મીરા સહિત સમગ્ર પરિવારની ખબર-અંતર પૂછ્યા હતા.
VIDEO | “I was overjoyed, never did I imagine that ‘God’ would visit my home like this. My happiness was beyond control,” says Ujjwala Yojana beneficiary Meera on PM Modi visiting her house and having tea during his Ayodhya tour today. pic.twitter.com/oFJ9rW9iqm
— Press Trust of India (@PTI_News) December 30, 2023
પીએમ મોદી મીરાના બાળકોને પણ મળ્યા અને તેમની સાથે વાત કરતા જોવા મળ્યા. મીરા માઝીનો પતિ સુરત માઝી પણ ઘરમાં હાજર હતો. માઝી પરિવાર ઉજ્જવલા યોજના અને પ્રધાન મંત્રી આવાસ યોજનાનો લાભાર્થી છે.
પીએમ મોદી લાંબા સમય સુધી મીરા માઝીના ઘરે બેઠા હતા. આ દરમિયાન મીરાએ પીએમ મોદી માટે ચા પણ બનાવી હતી. પીએમ મોદી પણ ચા પીતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ મીરાના બાળકને ઓટોગ્રાફ પણ આપ્યો અને તેની તબિયત પણ પૂછી.
ચા પીવાની સાથે પીએમ મોદીએ મીરા માઝીના પરિવારની ખબર પણ પૂછી હતી. પીએમ મોદીએ તેમને પૂછ્યું કે શું કોઈ સમસ્યા છે. પીએમ મોદીએ મીરા માઝીને પણ પૂછ્યું કે તેમને શું મળ્યું? ચા પીતા પીએમ મોદી મીરાના બાળક સાથે હાથ મિલાવતા પણ જોવા મળ્યા હતા. પીએમ મોદી મીરાના એ જ ઘરમાં બેઠા હતા જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવ્યું છે. પીએમએ મીરાને પૂછ્યું કે હવે તમે લોકો કેવું અનુભવો છો? જવાબમાં મીરાએ કહ્યું કે તે સારું અનુભવી રહી છે. પીએમ મોદીના ઘરે પહોંચીને પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ મીરાએ કહ્યું કે, તેમને કલ્પના નહોતી કે પીએમ મોદી તેમના ઘરે આવશે. તેમના આગમનના થોડા સમય પહેલા જ તેમને કહેવામાં આવ્યું કે પીએમ મોદી તેમના ઘરે આવવાના છે. મીરાએ કહ્યું કે તે આ ક્ષણ હંમેશા માટે યાદ રાખશે.