અમિતાભથી લઈ અક્ષય કુમાર સહિતના સેલેબ્સે આ રીતે પાઠવી દિવાળીની શુભેચ્છા

અક્ષય કુમારથી લઈને અમિતાભ બચ્ચન સહિતના બૉલિવૂડ સ્ટાર્સે ચાહકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. અન્ય ઘણી સેલિબ્રિટીઓ પણ સોશિયલ મીડિયા પર દિવાળીની શુભેચ્છાઓ શેર કરી રહી છે.

દિવાળીની ભવ્યતાથી દરેક ઘર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે, બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ અલગ અલગ રીતે આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ઘણા સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. કેટલાકે દિવાળી સંબંધિત ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે.

દિવાળીના અવસર પર સાઉથ સુપરસ્ટાર રજનીકાંત ઘરની બહાર નિકળતા જ ફેન્સને મળ્યા હતાં. તેમણે હાથ જોડી તેમણે પ્રેમ અને શુભકામનાઓ બદલ ફેન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

અક્ષય કુમાર પોતાના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી. તેમણે લખ્યું, “દરેક સ્મિત આ તહેવારને ચમકાવે.” તેમણે વધુમાં તેમના ચાહકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી. તેવી જ રીતે, અમિતાભ બચ્ચને પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું, “દિવાળીની ઘણી બધી શુભકામનાઓ.”

ઋતિક રોશન અને શિલ્પા શેટ્ટીએ પણ તેમના ચાહકોને દિવાળીની શુભેચ્છા પાઠવી.

આ સેલેબ્સે સોશિયલ મીડિયા પર એકબીજાને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.