ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને તેના પતિ પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિક વચ્ચે ઘણા સમયથી અલગ થવાના સમાચારો આવી રહ્યા છે. જો કે થોડા દિવસ પહેલા બંનેએ આ વાતને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે બંને એકબીજાથી ખુશ છે. હવે ફરી બંનેના છૂટાછેડાની અટકળોએ જોર પકડ્યું છે. સાનિયા અને શોએબ ફરી એકવાર ચર્ચામાં છે. બંનેને એક પુત્ર પણ છે જેનું નામ ઇઝાન મિર્ઝા છે.
તાજેતરની એક ઘટનાએ સાનિયા અને શોએબ વચ્ચે છૂટાછેડાની અટકળોને વેગ આપ્યો છે. શોએબે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી એક માહિતી હટાવી દીધી છે. અગાઉ, શોએબે તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું હતું – એથ્લેટ અને સુપરવુમન સાનિયા મિર્ઝાનો પતિ. શોએબે હવે આ માહિતી તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી હટાવી દીધી છે. હવે તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાં લખ્યું છે- પ્રો એથલીટ અને લાઈવ અનબ્રોકન એટલે કે પીડા વિના જીવો. ચાહકો હવે અનુમાન લગાવી રહ્યા છે કે સાનિયા અને શોએબ ટૂંક સમયમાં અલગ થઈ શકે છે.
આ પહેલા નવેમ્બર 2022માં બંનેના અલગ થવાના સમાચાર આવ્યા હતા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે શોએબે સાનિયા સાથે છેતરપિંડી કરી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે શોએબનું અફેર પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમર સાથે ચાલી રહ્યું છે. જોકે બાદમાં બંનેએ તેને માત્ર અફવા ગણાવી હતી. આ પહેલા નવેમ્બર 2022માં બંનેના અલગ થવાના સમાચાર આવ્યા હતા. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે શોએબે સાનિયા સાથે છેતરપિંડી કરી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે શોએબનું અફેર પાકિસ્તાની અભિનેત્રી આયેશા ઉમર સાથે ચાલી રહ્યું છે. જોકે બાદમાં બંનેએ તેને માત્ર અફવા ગણાવી હતી.
શોએબ અને સાનિયાની લવસ્ટોરી રસપ્રદ હતી. 2009થી બંને વચ્ચે નિકટતા વધવા લાગી. આ પછી બંનેએ 2010માં લગ્ન કરી લીધા. આ લગ્ન હૈદરાબાદમાં જ થયા હતા. 2018માં સાનિયા અને શોએબ પેરેન્ટ્સ બન્યા હતા. બંને છેલ્લા 13 વર્ષથી સાથે છે. બંનેને ચાર વર્ષનો પુત્ર ઇઝાન મિર્ઝા મલિક પણ છે, જેનો જન્મ 30 ઓક્ટોબર, 2018ના રોજ થયો હતો. શોએબે સાનિયા પહેલા હૈદરાબાદમાં આયેશા સિદ્દીકી સાથે લગ્ન કર્યા હતા.