નવી દિલ્હીઃ બિહાર સરકારની આગેવાની કરનાર NDA મતદાર યાદી સુધારણા, એટલે કે Special Intensive Revision (SIR)ના મુદ્દે અસમંજસતામાં છે. એક તરફ તો ભાજપ ખુલ્લેઆમ SIRનું સમર્થન કરી રહી છે અને કહે છે કે ચૂંટણી પંચના આ પગલા સ્વાગત છે, કારણ કે આથી નકલી મતદારોને મતદાન કરવાનો મોકો મળતો અટકશે, પરંતુ તેના સાથી પક્ષ JDUના સાંસદ ગિરધારી યાદવે આ મુદ્દે સંપૂર્ણપણે અલગ મત વ્યકત કર્યો છે.
ગિરધારી યાદવે SIR મુદ્દે કહ્યું હતું કે ચૂંટણી પંચને કોઈ વ્યાવહારિક જ્ઞાન નથી. આ પંચને બિહારનો ઈતિહાસ કે ભૂગોળ વિશે ખબર જ નથી. વરસાદના દિવસોમાં જ્યારે ખેતી ચાલી રહી છે, ત્યારે દસ્તાવેજો મેળવવામાં અમને 10 દિવસ લાગ્યા. અમારું બાળક અમેરિકા રહે છે, એ સાઇન કેવી રીતે કરશે?
ચૂંટણી પંચનું તુઘલકી ફરમાન
યાદવે કહ્યું હતું કે SIR અમારા પર જબરદસ્તી ઠોકી દેવામાં આવ્યું છે. જો સમીક્ષા કરવાની હતી તો છ મહિનાનો સમય આપવો જોઇતો હતો. આ ચૂંટણી પંચનું તુઘલકી ફરમાન છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે, તો તેમણે કહ્યું હતું કે હા, આ મારો સ્વતંત્ર મત છે, પરંતુ સાચી વાત તો એ જ છે. હવે જો અમે સત્ય પણ કહી ના શકીએ તો સાંસદ બનીશું કેમ?
‘चुनाव आयोग को व्यावहारिक ज्ञान नहीं|
बिहार पर SIR थोपा गया है’
ये विचार विपक्ष के किसी नेता के नहीं बल्कि ये विचार हैं JDU MP गिरधारी यादव के
वे कह रहे-अगर सच नहीं बोल सकते,तो MP बने काहे?
अब सोचिए,एक MP को जब अपने दस्तावेज एकत्र करने में 10 दिन लग गए तो आम आदमी का क्या होगा?🧐 pic.twitter.com/pxRGpjrSxz— Vivek Laata (@VIKISHARMA1983) July 23, 2025
ચૂંટણી પંચે 24 જૂનથી બિહારમાં મતદાર યાદી સુધારણા શરૂ કરી છે અને 25 જુલાઈ સુધી આ પ્રક્રિયા પૂર્ણ થવાની છે. બિહારમાં કુલ 7.8 કરોડ મતદારો છે. ચૂંટણી પંચે 11 દસ્તાવેજોની યાદી આપી છે અને કહ્યું છે કે મતદાન માટે તેમાંના કોઇ એક દસ્તાવેજ હોવો જરૂરી છે.
JDUના સાંસદ ગિરધારી યાદવના નિવેદનથી જણાય છે કે મતદાર યાદી સુધારણાનો મુદ્દો માત્ર વિરોધ પક્ષને નહીં, પણ સરકારમાં સામેલ રાજકીય પક્ષોને પણ અસ્વસ્થ કરી રહ્યો છે.
