દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટે યથાવત રાખી છે. સીએમ કેજરીવાલે આ ધરપકડને પડકારતી અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે. અરજી ફગાવી દેતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે એવું ન કહી શકાય કે CBI દ્વારા કોઈ યોગ્ય કારણ વગર અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ રાહત માટે ટ્રાયલ કોર્ટમાં જઈ શકે છે.
દિલ્હી હાઈકોર્ટના આ આદેશ સામે અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં જશે. સીબીઆઈ દ્વારા ધરપકડ અને જામીનને લઈને સીએમ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં જશે. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલને ED કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા છે. આ પહેલા 26 જૂને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને પડકારવા માટે સીએમ કેજરીવાલ વતી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેને આજે દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.